ટામેટા બાદ સરકાર દેશમાં ડુંગળીના ભાવ સ્થિર રાખવા માટે સતત પ્રયાસો કરી રહી છે. સરકારે ઘણી જગ્યાએ ૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચવાની વ્યવસ્થા કરી છે. હવે સરકારે કહ્યું છે કે ખેડૂતો પાસેથી ઊંચા દરે ડુંગળી ખરીદવામાં આવશે. જેનો સીધો ફાયદો ખેડૂતોને થશે. સરકને મંગળવારે ૨૪૧૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડુંગળી ખરીદવાનું વચન આપ્યું હતું, જે વર્તમાન બજાર કિંમત ૨૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરતાં વધુ છે. સરકારે શાકભાજી પરના ૪૦ ટકા નિકાસ કરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવાની માંગ કરી હતી, જેના કારણે ડુંગળીના ખેડૂતો અને વેપારીઓનું માનવું છે કે આ પગલાથી બજારમાં કોઈ ખાસ અસર નહીં થાય. ખાદ્ય અને…
Author: Shukhabar Desk
ભારત દ્વારા કરાયેલા આર્થિક સુધારાઓ અને ટેક્નિકલ સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારત આવનારા વર્ષોમાં દુનિયાના વિકાસ એન્જિન તરીકે ઊભરી આવશે. દક્ષિણ આફ્રિકામાં જાેહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા તેમણે કહ્યું કે ભારતના લોકોએ ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિક્સિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે. આ દરમિયાન પીએમ મોદીએ બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને તેની દસમી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી અને કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે અમારા આર્થિક સહિયોગને વધારવામાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ છતાં ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા છે. બહુ જલદી ભારત પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા…
રાજકોટમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણની દુકાન અને ડેરીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સીતારામ ડેરી અને ભગવતી ફરસાણમાં દરોડો પાડતા ફરસાણ ખાનારા અને ફરાળી આરોગનારા પણ સાંભળીને ચોંકી ઉઠે એવી સ્થિતિ જાેવા મળી હતી. શ્રાવણમાં જે લોકો ફરાળી પેટીસને આરોગે છે, એ પેટીસમાં કોર્ન સ્ટાર્ચ વડે બનાવેલ જથ્થો મળી આવ્યો હતો. આમ લોકોની શ્રદ્ધા અને ભાવનાઓને ઠેસ પહોંચાડી ઉપવાસમાં ફરાળી પેટીસને બદલે મકાઈ કોર્ન આધારીત બનાવીને વેચાણ કરતા હતા. આરોગ્ય વિભાગે હવે આવા જથ્થાનો નાશ કરીને ફરસાણની દુકાનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ફરસાણમાં વોશિંગ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હોવાનુ પણ મળી આવ્યુ હતુ. ખાવાના સોડાને બદલે વોશિંગ…
દર વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઉચકતો હોય છે. ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક શહેરોમાં રોગચાળાએ બરોબરનો ભરડો લીધો છે. જેને લઈને ઘરે ઘરે માંદગીના ખાટલા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ વધતાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. બીજી બાજુ ચોમાસાની ઋતુને લઇને પાણીજન્ય રોગચાળાએ પણ હાલ અમદાવાદમાં કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કાળો કહેર વર્તાયો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં વધારો નોંધાયો છે. ચાલુ મહિના ઓગસ્ટની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના ૪૦૭ કેસ નોંધાયા…
પંજાબમાં આયુર્વેદિક દવાના નામે નશો ગુજરાત મોકલાતો હતો. ખંભાળિયામાંથી ચિરાગ થોભાણી, અક્રમ બનવાની ધરપકડ કરાઈ છે જ્યારે પંજાબથી પંકજ ખોસલા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના એસ પી નીતિશ પાંડેયએ જણાવ્યું કે, ખંભાળિયા પોલીસ ટીમ દ્વારા ભાનવડી વિસ્તારમાંથી એક ગોડાઉનમાંથી આયુર્વેદિક પીણો લગભગ સાડા પંદર હજાર બોટલ કબજે કરી હતી. જેની માર્કેટ વેલ્યું આશરે ૨૬ લાખ જેટલી છે, જે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી પાસે જે કાયદેસરની પરવાનગી હોવી જાેઈએ તે હતી નહી, તેમજ ખોટા દસ્તાવેજાેના આધારે વેચાણ ચાલતો હતો. જેને લઈ ૧૦ ઓક્ટોમ્બરે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.દેવભૂમિ દ્વારકાના એસ પીએ કહ્યું કે, જે ગુનામાં બે…
મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. આ પહેલા બિહારમાં નીતિશની આગેવાની હેઠળની મહાગઠબંધન સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરી રહી છે. આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે. કોંગ્રેસે પૂરા જાેરશોરથી ભાજપને સત્તામાંથી બહારનો રસ્તો બતાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આ સાથે જ મલ્લિકાર્જુન ખડગે મધ્યપ્રદેશના સાગરમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ કમલનાથ પણ હાજર હતા. આ દરમિયાન ખડગેએ ઘણી મોટી જાહેરાતો કરી હતી. ખડગેએ કહ્યું કે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ સાગરમાં સંત રવિદાસ જીના નામ પર યુનિવર્સિટી…
હાલમાં જ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈને પત્ર લખી વર્લ્ડ કપ ૨૦૨૩માં ફેરફાર કરવા અપીલ કરી હતી. હવે બીસીસીઆઈએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે આ અંતિમ તબક્કે આઈસીસીક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૩ના શેડ્યૂલમાં ફેરફાર કરવો યોગ્ય નથી. એસોસિએશન પણ શેડ્યૂલ મુજબ ચલાવવા માટે સંમત છે. આ સ્થિતિમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે સતત બે વર્લ્ડ કપ મેચોની યજમાની કરવી પડશે. વર્લ્ડ કપનો શેડ્યૂલ પહેલાથી જ બદલાઈ ગયો છે. જાે એચસીએએ અગાઉ બીસીસીઆઈપાસેથી ફેરફારોની માંગ કરી હોત, તો તે સ્વીકારવામાં આવી હોત. સુપ્રીમ કોર્ટના પ્રશાસક એલ નાગેશ્વર રાવ દ્વારા નિયુક્ત ટીમના સભ્ય દુર્ગા પ્રસાદે કહ્યું, અમે બીસીસીઆઈસાથે…
કેન્દ્ર સરકારે ઓલ ઈન્ડિયા સર્વિસ (એઆઈએસ)ના કર્મચારીઓ માટે રજાઓને લઈને નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે. જે પછી હવે આ કર્મચારીઓ તેમના પુરા કરિયર દરમ્યાન બે વર્ષની પેઈડ લીવ લઈ શકે છે. આ રજા સરકાર તરફથી બે બાળકોના દેખરેખ માટે વધુમાં વધુ૨ વર્ષ સુધી રજા આપવામાં આવશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ (ડુપીટી)એ હાલમાં નવું નોટીફિકેશનની જાહેર કર્યુ છે. આ જાહેરનામાંને ૨૮ જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્ય સરકારો સાથે વાતચિત બાદ ઓલ ઈન્ડિયા સર્વિસ ચિલ્ડ્રેન લીવ રુલ ૧૯૯૫ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. એઆઈએસકર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવે છે. ઓલ ઈન્ડિયા…
ચંદ્રની સપાટી પર ઉતરવાની રશિયાની આશા ત્યારે તૂટી ગઈ જ્યારે તેનું ચંદ્ર મિશન લુના-૨૫ ક્રેશ થયું. લુના-૨૫ના ક્રેશથી રશિયન અવકાશ વૈજ્ઞાનિકોને મોટો ઝટકો લાગ્યો છે. આ કારણે રશિયાના ટોચના ભૌતિકશાસ્ત્રીની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મળેલા અહેવાલો અનુસાર રશિયાના લુના મિશનના ક્રેશના થોડા કલાકો પછી રશિયાના ટોચના વૈજ્ઞાનિક મિખાઇલ મારોવની તબિયત બગડી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અહેવાલો મુજબ લુના-૨૫ મિશનની નિષ્ફળતાથી તેમને ઝટકો લાગ્યો છે. દાખલ થયા બાદ હોસ્પિટલમાં મીડિયા સાથે વાત કરતા મિખાઈલ મારોવે ચંદ્ર મિશનની નિષ્ફળતા પર કહ્યું હતું કે ‘તપાસ હજુ ચાલુ છે પરંતુ મારે શા માટે ચિંતા ન…
નાગપંચમી પર સોમવારે બપોરે મહાવીરી જુલૂસને રોકવા મામલે બે પક્ષો વચ્ચે વિવાદ અને પથ્થરમારો થયો હતો.આ ઘટનામાં ચાર પોલીસ કર્મચારીઓ સહિત ૧૨ લોકો ઘાયલ થઈ ગયા હતા. ઘાયલોમાં એકની સ્થિતિ ગંભીર છે. તમામ ઘાયલોની સારવાર અનુમંડલીય હોસ્પિટલમાં ચાલી રહી છે. ડીએમ દિનેશ કુમાર રાયના નેતૃત્વમાં અધિકારીઓની ટીમ ઘટના સ્થળ પર કેમ્પ કરી રહી છે. ડીએમ એ જણાવ્યું કે, સ્થિતિ નિયંત્રણમાં છે. દોષિતોની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રભારી એસપી અશોક ચૌધરીએ જણાવ્યું કે, રતનમાલામાં સ્થિતિ નિયંત્રણમાં છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાવારી અખાડા સમિતિ દ્વારા મહાવીરી જુલૂસ કાઢવામાં આવી રહ્યું હતું.…