દેશમાં જ નિર્મિત હળવા લડાકૂ વિમાન (એલસીએ) એલએસપી-૭ તેજસે બુધવારે ગોવાના કિનારેથી હવામાંથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. અધિકારીઓએ કહ્યું કે આશરે ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ વિમાન દ્વારા મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું હતું. ગોવાના દરિયા કિનારે સ્વદેશી બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ(બીવીઆર), હવામાંથી હવામાં જ પ્રહાર કરતી મિસાઈલ અસ્ત્રનું સફળ પરીક્ષણ કરાયું હતું. પરીક્ષણ સંબંધિત તમામ ઉદ્દેશ્યો પૂરાં થયા હતા અને આ એક આદર્શ તથા સચોટ લોન્ચિંગ રહ્યું હતું. આ વિમાનનું નિરીક્ષણ તેજસ ટિ્વન સીટર વિમાન દ્વારા કરાયું હતું. અસ્ત્ર એક અત્યાધુનિક બીવીઆર હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે જે અત્યાધિક કલાબાજીવાળા સુપરસોનિક હવાઈ લક્ષ્યોને ભેદવા અને નષ્ટ કરવામાં સક્ષમ…
Author: Shukhabar Desk
ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ચંદ્રયાન-૩ની સફળ લેન્ડિંગ ભારત અને દુનિયા માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે. આ સફળતા જ્યાં ભારતના ચંદ્રમિશન કાર્યક્રમને આગામી તબક્કા તરફ લઈ જશે જેમાં ચંદ્ર પર પહોંચી ત્યાંના નમૂના લઈને પાછા પૃથ્વી પર આવવાનું સામેલ છે. જ્યારે અમેરિકાના આર્ટેમિસ-૩ મિશનનું માર્ગદર્શન કાર્યક્રમ પણ કરશે. ત્રીજું આ મિશન ચંદ્રના ઘણા રહસ્યો પરથી પરદો હટાવી શકે છે.સૂત્રોના જણાવ્યાનુસાર ઈસરોના વૈજ્ઞાનિકોને જલદી જ ચંદ્રયાન-૪ માટે પરવાનગી મળી શકે છે. તેમાં ભારત ચંદ્રવિજય અભિયાનમાં વધુ એક પગલું આગળ વધારશે. તેમાં ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ બાદ રોવરને પાછું ધરતી પર લાવવાના પ્રયાસો રહેશે. એટલે કે રોવર નમૂના લઈને પૃથ્વી પર પરત આવશે.ચંદ્રયાન-૩ની…
ભારતે ગઈકાલે અવકાશમાં નવો ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાનના સફળ લેન્ડિંગમાં ઈસરોની વિશાળ ટીમે કામ કર્યું છે. દેશભરમાંથી ઘણા આશાસ્પદ વૈજ્ઞાનિકોને ટીમનો હિસ્સો હતા, જેઓ અલગ-અલગ જ્ગ્યાના છે. આ ટીમોમાં યુપીના ઘણા વૈજ્ઞાનિકોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈએ સાધનસામગ્રીની રચના કરી તો કોઈ ચંદ્રયાન પર દરેક ક્ષણે નજર રાખી રહ્યું હતું. મુરાદાબાદ, અલીગઢ અને બુદૌન જેવા નાના શહેરોમાંથી બહાર આવેલા આ વૈજ્ઞાનિકોએ ભારતની આ સફળતામાં મોટો ફાળો આપ્યો છે. અલીગઢના પ્રિયાંશુ વાર્શ્નેય ઈસરોની મહત્વની ટીમનો ભાગ હતો, જે લેન્ડર અને રોવર પર કામ કરી રહ્યો હતો. એમ.ટેક (ઈલેક્ટ્રોનિક્સ)નો અભ્યાસ કરેલા પ્રિયાંશુના પિતા ડૉ. રાજીવ કુમાર વાર્શ્નેય એસવીકૉલેજમાં ભૂગોળ વિભાગમાં પ્રોફેસર…
ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ભારતના ચંદ્રયાન-૩એ ગઈકાલે સાંજે ચંદ્ર પર સફળ લેન્ડિંગ કર્યું હતું. આ સાથે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આ ઉપરાંત ઈસરોની લાઇવ સ્ટ્રીમિંગ લિંકે પણ યુટ્યૂબપર ઇતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-૩ના લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ એકસાથે ૮.૦૬ મિલિયન લોકોએ નિહાળ્યું હતું, જેણે યુટ્યુબના ઈતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. યુટ્યુબ પર અત્યાર સુધી બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા વચ્ચેની ફૂટબોલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ એક સાથે ૬.૧૫ મિલિયન લોકોએ જાેયું હતું, જેને ગઈકાલે ચંદ્રયાન-૩ના લાઈવ સ્ટ્રીમિંગથી માત આપવામાં આવી હતી. આ ઉપરાંત ત્રીજા નંબર પર બ્રાઝિલ અને ક્રોએશિયા વચ્ચેની ફૂટબોલ મેચ છે, જેને…
રાજસ્થાનના બાડમેરના એક એનઆરઆઈ, પૃથ્વીરાજ સિંહ કોલુએ મિશન મૂન પર ભારતીય ચંદ્રયાન-૩ના સફળ લેન્ડિંગ પર ઈસરોના વૈજ્ઞાનિકોને ૧ કરોડ રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી છે. ગઈકાલે સાંજે ૬ વાગ્યે ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો, જે બાદ દેશભરમાંથી અભિનંદનની વર્ષા થઈ હતી.ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બની ગયો છે. દેશના તમામ લોકો ખુશીથી ઝૂમી રહ્યા છે અને એકબીજાને અભિનંદન આપી રહ્યા છે. હવે બાડમેર નિવાસી એનઆરઆઈપૃથ્વીરાજ સિંહ કોલુએ ઈસરોના વૈજ્ઞાનિકોને ૧ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના મહત્વપૂર્ણ મિશન ચંદ્રયાન-૩ના…
ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો હતો, કારણ કે ચંદ્રયાન ૩ મિશન હેઠળ મોકલવામાં આવેલા વિક્રમ લેન્ડરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો હતો. વિક્રમ લેન્ડરના ચંદ્ર પર લેન્ડિંગ બાદ ઈસરોએ પ્રથમ તસવીર જાહેર કરી છે. લેન્ડર વિક્રમે પાવર ડિસેન્ટ દરમિયાન ચંદ્રની સપાટીની ઘણી તસવીરો લીધી હતી. આ તસવીર લેન્ડિંગ સ્થળનો એક ભાગ છે અને લેન્ડરનો મેટલ લેગ અને તેનો પડછાયો જાેઈ શકાય છે.ભારતનું ચંદ્રયાન-૩ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ થયું છે. સફળ ચંદ્ર મિશનએ ભારતને ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડ કરવા માટે યુએસ, ચીન અને અગાઉના સોવિયેત યુનિયન પછી ચોથો દેશ બનાવ્યો છે. આ સાથે જ ભારત…
હિમાચલ પ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં છેલ્લા ૩૬ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ જાનમાલના નુકસાનનું મુખ્ય કારણ બની ગયું છે. લગભગ ચાર જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી. જ્યારે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. આ દરમિયાન કુલ્લુમાંથી એક ભયાનક દ્રશ્ય સામે આવ્યું છે. જ્યાં થોડી જ વારમાં ત્રણ ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. કુલ્લુમાં સતત મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વણસી રહી છે. શિમલાના કૃષ્ણા નગરની જેમ જ એક ઈમારત ધરાશાયી થવાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાય છે કે કુલ્લુના આની સબ-ડિવિઝનના બસ સ્ટેન્ડ પાસે ગુરુવારે સવારે ત્રણ ઈમારતો તાશના પત્તાના મહેલની જેમ તૂટી પડી…
ભારતના કુસ્તી પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(ડબલ્યુએફઆઈ)નું સભ્યપદ સસ્પેન્ડ કરી દીધું છે. ભારતીય કુસ્તી ખેલાડીઓ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવે છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે ૩૦ મેના રોજ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાને એક પત્ર લખીને કહ્યું હતું કે જાે આગામી ૪૫ દિવસમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા માટે કોઈ ચૂંટણી નહીં થાય, તો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ સ્થગિત કરી દેશે. ભારતીય મહિલા કુસ્તીબાજાેના બ્રિજભૂષણ શરણ સામેના જાતીય શોષણના આરોપોને પગલે રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઈ)ના પદાધિકારીઓને સસ્પેન્ડ કરીને એડહોકસમિતિની રચના કરી હતી. જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના…
કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરના નવા પુસ્તકનું લોકાર્પણ થયું ત્યારથી તેમની ઘણી બાબતો ચર્ચાનો વિષય થઈ રહી છે. આ પુસ્તકના વિમોચન બાદ એક વરિષ્ઠ પત્રકારને આપેલા ઈન્ટરવ્યુમાં અય્યરે કોંગ્રેસને જ ભીંસમાં લીઈ લીધી છે. મણિશંકર અય્યરે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નેતા અને પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવ સાંપ્રદાયિક હતા અને તેમને દેશના પહેલા ભાજપના વડાપ્રધાન કહ્યા હતા. અય્યરે રાવ સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો જ્યારે તેઓ રામ-રહીમ યાત્રા કાઢી રહ્યા હતા. પુસ્તકના ઔપચારિક વિમોચન પ્રસંગે વરિષ્ઠ પત્રકાર સાથે અય્યરે વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. અય્યરે પોતાના પુસ્તકમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથેના તેમના સંબંધો અને ડિસેમ્બર ૧૯૭૮થી…
બિહારના ભાગલપુરમાં એક પિતાએ પોતાની નાબાલિક દિકરીના લગ્ન આધેડ ઉંમરના વ્યક્તિ સાથે કરાવ્યા છે. છોકરી આ લગ્ન કરવા નહોતી ઈચ્છતી. પરંતુ તેના પિતાએ તેની એક પણ વાત ન સાંભળીને આ વ્યક્તિ સાથે કરાવ્યા હતા. જે પછી આ છોકરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવી તેને શેર કરી ન્યાય માંગ્યો છે. ૧૫ વર્ષની આ છોકરીએ કહ્યું કે હું ભણવા ઈચ્છુ છું, મને ન્યાય અપાવો નહીતો હું મરી જઈશ. બાળકીનું ઘર ઝારખંડના ગોડ્ડા જિલ્લામાં આવેલું છે. વીડિયોમાં યુવતીએ કહ્યુ હતું કે તેની માતાનું ગયા વર્ષે એટલે કે ડિસેમ્બર ૨૦૨૨માં મૃત્યુ થયું હતું. પિતા એક મહિલાના સંપર્કમાં આવ્યા અને તેની સાથે લગ્ન કરી…