સમાજ સુધારક, કવિ, ગદ્ય સાહિત્યકાર વીર નર્મદ લાભ શંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના રોજ સુરતમાં થયો હતો. કવિ નર્મદના જન્મદિવસને આ વર્ષે ૧૯૦ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ધરમપુર પાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરીમાં વીર નર્મદની પ્રતિમાનું પૂજન કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી કરી હતી. કવિશ્રી વીર નર્મદ કવિતા, ગદ્ય પ્રકારનું સાહિત્ય લખવાની સાથે સમાજ સુધારક પણ હતા. દેશમાં ચાલતી અંધશ્રધ્ધાઓ, કુરિવાજોથી સમાજને બચાવવા પોતાની જાત હોમી દીધી હતી. આજથી ૧૫૦ વર્ષ પહેલા તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી જોડે લગ્ન કર્યા હતાં. તેમણે લેખન કાર્યમાં સમાજ સુધારણા માટે…
Author: Shukhabar Desk
કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના સચિવશ્રી અનિલકુમાર ઝાએ ગતરોજ તા. ૨૪ ઓગસ્ટે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના માલનપાડા ગામની એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ અને વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લઈ નિરિક્ષણ કર્યુ હતું. સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અંગે જરૂરી સૂચનો પણ કર્યા હતા. વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાતે આવેલા સચિવશ્રી અનિલકુમાર ઝાએ ધરમપુરના માલનપાડા ખાતે બાવળી ફળિયામાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલની મુલાકાત લીધી હતી. આ સ્કૂલમાં ધો. ૬ થી ૧૨ ના ૧૬૪ કુમાર અને ૧૯૦ કન્યા મળી કુલ ૩૫૪ છાત્રો અભ્યાસ કરે છે. સચિવશ્રીની મુલાકાત વેળા લોબીમાં બેસીને વાંચન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના પુસ્તકનો…
ફિલ્મ અભિનેત્રી ડેઝી શાહને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણે તેની કારકિર્દીમાં માત્ર થોડી જ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તે ખૂબ જ પ્રખ્યાત થઈ છે. ડેઝીનો જન્મદિવસ ૨૫ ઓગસ્ટે છે, તે તેનો ૩૯મો જન્મદિવસ ઉજવી રહી છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમની ફિલ્મી કારકિર્દી પર એક નજર કરીએ. ડેઝીએ વર્ષ ૨૦૧૪માં ફિલ્મ જય હોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે સલમાન ખાન સાથે જાેવા મળી હતી. જય હો તેની મુખ્ય બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ હતી, પરંતુ તે પહેલા વર્ષ ૨૦૧૩માં તે બ્લડી ઇશ્ક ફિલ્મમાં પણ જાેવા મળી હતી. જાે કે આ ફિલ્મમાં તે આઈટમ નંબર સોંગમાં જ જાેવા મળી હતી.…
બોલીવુડ ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોની એન્ટ્રી બૈન છે પરંતુ ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર એક સીરીઝ રિલીઝ થશે જેમાં બોલીવુડમાં કામ કરી ચૂકેલી મહિલા ખાન અને ફવાદ ખાન જાેવા મળશે. નેટફિક્સ પર આ પહેલો પાકિસ્તાની શો રિલીઝ થવાનો છે. આ પાકિસ્તાની શો ફરહત ઇશ્તિયાકના ઉર્દુ ઉપન્યાસ પર આધારિત છે. આ ઉપન્યાસ વર્ષ ૨૦૧૩ માં પ્રકાશિત થયો હતો. ઉપન્યાસ ની વાર્તા અનિદ્રાથી પીડિત એક યુવક સિકંદર પર આધારિત છે. આ વ્યક્તિને જ્યારે પણ ઊંઘ આવે છે ત્યારે તેને વિચિત્ર સપના આવે છે.આ શોનું હાલ નામ જાે બચે હૈ સંગ સમેટ લો છે. આ શોની વાર્તા આગળ ત્યારે વધે છે જ્યારે સિકંદર ને…
અભિનેત્રી રાખી સાવંત હાલ આદિલ ખાન દુર્રાની સાથેના પોતાના તૂટેલા સંબંધને લઈને ખુબ ચર્ચામાં છે. રાખી અને આદિલ બંને પ્રેસ કોન્ફરન્સમાં એક બીજા પર ગંભીર આરોપો લગાવી ચૂક્યા છે. એકબાજુ જ્યાં આદિલે રાખી પર તેને ડ્રગ્સ આપવાનો અને ન્યૂડ વીડિયો બનાવવાનો આરોપ લગાવ્યો તો બીજી બાજુ અભિનેત્રીએ પણ આવા જ કઈક આરોપ લગાવ્યા છે જેને જાણીને હવે ફેન્સ સ્તબ્ધ થઈ ગયા છે. હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સમાં રાખી સાવંતે જણાવ્યું કે હનીમૂન દરમિયાન આદિલે તેનો ન્યૂડ વીડિયો બનાવ્યો હતો. અભિનેત્રીએ એવો પણ હવે આરોપ લગાવ્યો છે કે આદિલે તેનો ન્યૂડ વીડિયો એક વ્યક્તિને ૪૭થી ૫૦ લાખ રૂપિયામાં વેચ્યો છે. રાખીએ…
કૌન બનેગા કરોડપતિની ૧૫મી સીઝન શરૂ થઈ છે. જેમાં હાલમાં જ અમદાવાદના એક સબ-ઈન્સ્પેક્ટરે ભાગ લીધો હતો. તેઓ આ શોમાંથી ૨૫ લાખ રૂપિયા જીતીને આવ્યા છે. ગાંધીનગર ખાતે ડીજીપીની ઓફિસમાં ફરજ બજાવતા સબ-ઈન્સ્પેક્ટર કુણાલસિંહ ડોડિયાનું કૌન બનેગા કરોડપતિની હોટસીટ પર બેસવાનું સપનું સાકાર થયું છે. પિતા જેને આળસુ માનતા હતા એવા ૩૦ વર્ષના બીએસસી ગ્રેજ્યુએટ કુણાલસિંહ અમિતાભ બચ્ચનના ગેમ શોમાંથી ૨૫ લાખ રૂપિયા જીતીને આવ્યા છે. છેલ્લા કેટલાય વર્ષથી કૌન બનેગા કરોડપતિ દર્શકોનો મનપસંદ શો રહ્યો છે અને કુણાલસિંહ પણ ૧૪ વર્ષના હતા ત્યારથી તેને જાેતા આવ્યા છે. આ શો ટીવી પર જાેતાં દરેક દર્શકના મનમાં એકવાર તો વિચાર આવ્યો…
એવું કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા. પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ. એક વિદ્યાર્થીના ઘડતરમાં શિક્ષક નો સિંહ ફાળો હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતના પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કુલોમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકોના મહેનતાણામાં છેલ્લા છ વર્ષથી કોઈ જ વધારો કરવામાં ન આવતા આવા શિક્ષકોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઇ છે. કારમી મોંઘવારીમાં ઘરના બે છેડા ભેગા કરતાં -કરતાં આવા શિક્ષકો ભારે પરેશાન થઇ રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતી કરવાનો ર્નિણય કર્યો છે. ગુજરાતની માધ્યમિક શાળાઓમા પ્રવાસી શિક્ષકોને બદલે ૧૧ માસના કરાર આધારિત જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી…
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની જામીન અરજી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી હતી. ગત સુનાવણીમાં તથ્યના વકીલે સલમાન ખાનના કેસ પણ ટાંક્યા હતા. મૃતક પરિવારજનના વકીલે જામીન અરજીનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર નવ નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી ૨૨ ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ હતી. ત્યારે આજે ૨૪ ઓગસ્ટે તથ્ય પટેલના જામીન અંગે કોર્ટ ચુકાદો આપ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં રાજ્ય સરકારે તથ્ય પટેલની જામીન અરજીનો ખુલીને વિરોધ કર્યો હતો. ઈસ્કોન ઓવરબ્રિજ…
અમદાવાદ શહેરમાં ચોર, લૂટ, ધાડ જેવી ઘટનાઓ તો જાણે કે હવે એક રમત વાત બની ચૂકી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોમાં બિલ્ડરો અને સામાન્ય લોકો માટે ખંડણી ખોરોનો ત્રાસ જાણે ખૂબ વધી ગયો હોય તેવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. હજી તો થોડા સમય પહેલા જ કાલુપુર અને આસપાસના વિસ્તારોમાં ખંડણી માંગતા બે ભાઈઓ તેમજ તેના પરિવાર અને ગેંગ ને પોલીસે પકડી પાડી હતી ત્યારે વધુ એક આવી જ ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાંડણીખોર મહિલા જમીલા તેના પતિ બે પુત્રો અને ભત્રીજાની ધરપકડ કરી છે. આ મહિલા અને તેનો આખોય પરિવાર…
સુરતના કતારગામ વિસ્તારમાં જ્વેલર્સની અંદર ઘૂસીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૩ જેટલા ઈસમો દ્વારા જ્વેલર્સમાં ઘુસી બનાવટી ગન અને છરો બતાવી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે, બુમાબુમ થતા ત્યાં લોકો દોડી આવ્યા હતા અને ૧ આરોપીને સ્થળ પર જ પકડી પાડવામાં આવ્યો હતો. જયારે અન્ય લૂટારુંઓ ફરાર થયા હતા. ત્યાર બાદ તેમને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલમાં સિંગણપોર વિસ્તારમાં રહેતા મુનીકેશભાઈ ધ્રુવ નારાયણભાઈ ગુપ્તા કતારગામ મગનનગર પાસે વૈષ્ણોદેવી જ્વેલર્સ ધરાવે છે. ગત સવારે તેઓએ દુકાન ખોલીને રાબેતા મુજબ કામગીરી કરી રહ્યા હતા ત્યારે ત્રણેક ઈસમો જ્વેલર્સની દુકાનમાં ઘુસી ગયા…