Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બોલીવુડમાં કામ કરી ચુકેલા કલાકારો દેખાશે શોમાં નેટફ્લિક્સ પર આવશે પહેલો પાકિસ્તાની શો
    Entertainment

    બોલીવુડમાં કામ કરી ચુકેલા કલાકારો દેખાશે શોમાં નેટફ્લિક્સ પર આવશે પહેલો પાકિસ્તાની શો

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલીવુડ ફિલ્મોમાં પાકિસ્તાની કલાકારોની એન્ટ્રી બૈન છે પરંતુ ટૂંક સમયમાં જ નેટફ્લિક્સ પર એક સીરીઝ રિલીઝ થશે જેમાં બોલીવુડમાં કામ કરી ચૂકેલી મહિલા ખાન અને ફવાદ ખાન જાેવા મળશે. નેટફિક્સ પર આ પહેલો પાકિસ્તાની શો રિલીઝ થવાનો છે. આ પાકિસ્તાની શો ફરહત ઇશ્તિયાકના ઉર્દુ ઉપન્યાસ પર આધારિત છે. આ ઉપન્યાસ વર્ષ ૨૦૧૩ માં પ્રકાશિત થયો હતો. ઉપન્યાસ ની વાર્તા અનિદ્રાથી પીડિત એક યુવક સિકંદર પર આધારિત છે. આ વ્યક્તિને જ્યારે પણ ઊંઘ આવે છે ત્યારે તેને વિચિત્ર સપના આવે છે.આ શોનું હાલ નામ જાે બચે હૈ સંગ સમેટ લો છે. આ શોની વાર્તા આગળ ત્યારે વધે છે જ્યારે સિકંદર ને નોકરી કરવા માટે ઈટલી જવું પડે છે. ત્યાં તેની મુલાકાત લિઝા નામની એક સુંદર ઇટાલિયન યુવતી સાથે થાય છે.

    તેમની વચ્ચે વાતચીત શરૂ થાય છે અને પછી સંબંધ પ્રેમ સુધી પહોંચે છે. પરંતુ તેમની વચ્ચે તેમના ભૂતકાળના રહસ્યો સામે આવે છે અને સંબંધોમાં તણાવ ઉભો થાય છે. આ શોમાં ફવાદ ખાન અને મહિરા ખાન મુખ્ય ભૂમિકાઓમાં જાેવા મળશે.જણાવી દઈએ કે ફવાદ ખાન પાકિસ્તાનના સુપરસ્ટારમાંથી એક છે. તેણે બોલીવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ફવાદ ખાન બોલીવુડની ખૂબસૂરત, કપૂર એન્ડ સન્સ અને એ દિલ હે મુશ્કિલ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેની સાથે આ ફિલ્મમાં મહિરા ખાન પણ જાેવા મળશે જે શાહરુખ ખાન સાથે રઈસ ફિલ્મમાં કામ કરી ચૂકી છે.પાકિસ્તાનમાં ફવાદના શો ખૂબ જ લોકપ્રિય રહે છે. તેવામાં જાે બચે હૈ સંગ સમેટ લો શોથી તે નેટફ્લિક્સ પર ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. આ સીરીઝનું શૂટિંગ પાકિસ્તાનની સાથે ઈટલી અને યુરોપના અન્ય દેશોમાં પણ થયું છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.