જાહન્વી કપૂરની શાંત મિજાજા અને એક્ટિવ એક્ટ્રેસમાંથી એક છે જે દરેક વાતને ખુલીને બધાની આગળ શેર કરતી હોય છે. આ ફિલ્મો સિવાય પોતાના અફરને કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ટિંડરના સ્વાઇપ રાઇડના નવીનત્તમ એપિસોડમાં જાહન્વી કપૂરે જણાવ્યું કે..પોતાનાથી પ્રેમ કરો, અને જાણો કે તમે યોગ્ય છે અને કોઇ પણ એવી વ્યક્તિ સાથે હાથ ના મેળવો જે તમને એવી રીતે સમજતા નથી. જાહન્વી કપૂર આગળ જણાવે છે કે સુંદરતા દરેક પ્રકારે આવે છે અને કોઇ પણ હિસ્સામાં પ્રેમ કરવાથી શરૂ થાય છે. એક મોર્ડન મહિલાના રૂપમાં મેં શીખ્યુ છે કે હાઇ સ્ટાન્ડેર્ડ હોવું એ કોઇ નખરાબાજી નથી. તમે પોતાની જાતને…
Author: Shukhabar Desk
અગાઉ લોકો ભારતની સૌથી મોટી ડિઝાસ્ટર પ્રભાસ અને પૂજા હેગડેની રાધે શ્યામને માનતા હતા, જે ૩૫૦ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. આ ફિલ્મે લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી નહોતી અને નિર્માતાઓને ૧૦૦ કરોડથી વધુનું નુકસાન થયું હતું. પરંતુ ભારતીય સિનેમામાં બીજી એક મોટી ડિઝાસ્ટર મૂવી છે જે નિર્માતાઓ માટે આનાથી બમણાથી વધુ જાેખમનો સોદો બની. તે બીજી કોઈ નહીં પણ આદિપુરુષ છે. ભારતમાં બોક્સ ઓફિસ પર સૌથી વધુ પૈસા ડુબાવનારી ફિલ્મ આદિપુરુષ છે. આને ૫૫૦ અને ૬૦૦ કરોડ રૂપિયાના અંદાજિત બજેટ સાથે બનાવવામાં આવી હતી. તેની ઓપનિંગ પણ જબરદસ્ત રહી હતી, પરંતુ પાછળથી તે ખરાબ સાબિત થઇ હતી. આદિપુરુષે ભારતમાં…
૬૬ વર્ષની ઉંમરે સની દેઓલે તેની ફિલ્મ ‘ગદર ૨’થી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. માત્ર અને માત્ર તેની ફિલ્મની જ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને આ દરમિયાન તેમણે માત્ર ખ્યાતિ જ નહીં પરંતુ ઘણી સંપત્તિ પણ કમાઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ ૧૩૦ કરોડ રૂપિયા છે. સની દેઓલ પ્રોડક્શન હાઉસથી લઈને પ્રિવ્યુ થિયેટરો સુધીની દરેક વસ્તુનો માલિક છે. આજે અમે તમને સની દેઓલની કમાણીના પાંચ મજબૂત સ્ત્રોતો વિશે જણાવીએ છીએ. સની દેઓલનું વિજેતા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ નામનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે. તેનો પાયો વર્ષ ૧૯૮૩માં ધર્મેન્દ્રએ…
ડાયરેક્ટર શેખર કપૂરની ફિલ્મો હિન્દી સિનેમામાં દર્શકોના દિલો પર ઉંડી છાપ છોડવા માટે જાણીતી છે. વર્ષ ૧૯૮૭માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ પણ તેની મોટી હિટ ફિલ્મ સાબિત થઇ હતી. અનિલ કપૂરના કરિયર માટે તો આ ફિલ્મ માઇલસ્ટોન સાબિત થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સફળતાનો ડંકો વગાડ્યો હતો. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે કે સુપરસ્ટાર આ ફિલ્મ માટે પહેલી પસંદ ન હતો પરંતુ એક દિગ્ગજ અભિનેતાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી હતી. અનિલ કપૂર અને શ્રીદેવીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’ વર્ષ ૧૯૮૭માં જ્યારે રિલીઝ થઇ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ કમાણી કરી…
સુપરસ્ટાર રજનીકાંત પાસે કરોડોની સંપત્તિ છે. તેમણે વર્ષ ૧૯૭૫માં તમિલ ફિલ્મ Apoorva Raagangal થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જાેયુ. તેઓ ફેમસ તો થયાં જ સાથે જ તેમણે તગડી કમાણી પણ કરી છે. તેમની પાસે આલિશાન બંગલા, મોંઘી ગાડીઓનું કલેક્શન અને દરેક પ્રકારની સુખ સુવિધા બધું જ છે. જાે કે તે વાત તમને જાણીને નવાઇ લાગશે કે રજનીકાંત ખૂબ જ સિંપલ લાઇફ જીવે છે. તે જ્યારે પણ પોતાના ઘરેથી બહાર નીકળે છે ત્યારે તે પોતાના રિયલ લુકમાં જ જાેવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંતની નેટવર્થ ૪૩૦ કરોડ રૂપિયા છે. તે સાઉથ…
ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મ માટે આલિયા ભટ્ટ અને મિમી માટે કૃતિ સેનનને ૬૯માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. અલ્લુ અર્જુનને ‘પુષ્પા’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત ‘સરદાર ઉધમ’, RRR, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘રોકેટરી ધ નામ્બી ઇફેક્ટ્સ’ને વિવિધ કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. અહીં અમે તમને એવી ૫ ફિલ્મો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને નેશનલ એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું અને ફેન્સને પણ આ ફિલ્મો જીતવાની આશા હતી, પરંતુ એવું થઈ શક્યું નહીં. ટોવિનો થોમસ અભિનીત ફિલ્મ ‘મિનલ મુરલી’ને પણ ૬૯માં નેશનલ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. તે મૂળ મલયાલમમાં બનાવવામાં આવી હતી. તમે મિનલ મુરલીને…
ડાંગ જિલ્લાના આહવા તાલુકાની 2 અને સુબીર તાલુકાની 4 મળીને કુલ 6 દુધ ઉત્પાદક સહકારી મંડળીઓની નોંધણી રદ કરવામા આવી છે. ડાંગના મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર શ્રી એચ.ડી.કાછડ તરફથી મળેલી અખબારી યાદીમા જણાવ્યા અનુસાર, આહવા તાલુકાની (૧) શ્રી મહિલા સંચાલિત હારપાડા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર.35895 છે. આ મંડળી તા.28/10/2005 થી નોંધાયેલ છે. તથા (2) ગડત દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર.37953 છે. આ મંડળી તા.10/10/2007 થી નોંધાયેલ છે. સુબિર તાલુકાની (૧) શ્રી મહિલા સંચાલિત ઉગા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. નોંધણી નંબર. 37988 છે. આ મંડળી તા.28/05/2012 થી નોંધાયેલ છે. (2) કેળ દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.…
આઝાદી ના અમ્રુત મહોત્સવ અને ‘મેરી માટી, મેરા દેશ’ નિમિત્તે ડાંગ જિલ્લા સરકારી પુસ્તકાલય-આહવા ખાતે, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેધાણીની ૧૨૭મી જન્મ જયંતિની ઉજવણી કરવામા આવી હતી.આ કાર્યક્રમમા રમત-ગમત કચેરીના શ્રી મયુરભાઇ સોલંકી, શ્રી ભાવેશભાઇ અને ગ્રંથાલય ક્ચેરીના શ્રીમતી આર.પી .નાઇક ઉપસ્થીત રહ્યા હતા.શ્રી મયુરભાઇ સોંલકીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીજીના જીવન વિશે બે શબ્દો બોલીને વિધાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. ત્યાર બાદ પુસ્તક પ્રદર્શન યોજવામા આવ્યુ હતુ. જેમા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેધાણીના પુસ્તકો અને સ્પર્ધાત્મક સાહિત્યના પુસ્તકો મુકવામા આવ્યા હતા.ઉપસ્થિત વિધાર્થીઓએ પુસ્તક પ્રદર્શનો લાભ લઇ, નવો સક્લ્પ લીધો કે, ‘પુસ્તક એ સંસ્કાર ઘડતરનુ પારણુ છે. વાંચન એ વ્યક્તી વિકાસનુ બારણું…
કચ્છ જિલ્લાના માંડવીના દરિયામાં નાહવા પડેલા ચાર લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. તણાયેલા ચારમાંથી બે કિશોરના મોત થયા છે. જ્યારે એક કિશોરને બચાવી લેવાયો છે. જાે કે દરિયામાં તણાયેલ ચોથી વ્યક્તિ હજુ પણ લાપત્તા હોવાનું કહેવાય છે. બનાવની જાણ થતા જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.કચ્છના માંડવીમાં આવેલા દરિયા કિનારે તહેવારોની રજાઓમાં કે રવિવારના દિવસે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. આ દરમિયાન તેઓ નાહવા માટે દરિયામાં ઉતરતા હોય છે, ત્યારે અનેકવાર અનિચ્છનીય ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના આજે એટલે કે રવિવારે સામે આવી છે. જેમાં દરિયામાં નાહવા પડેલા…
વડોદરાના હરણીમાં શિવકૃપા રેસિડેન્સીમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે. જન્મદિવસની ઉજવણી માટે યુવતીએ દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે ૪ યુવતી અને ૫ યુવકો સહિત ૯ની ધરપકડ કરી છે. બિયરની ૧૨ બોટલ અને દારૂની એક બોટલ સાથે ૨ એક્ટિવા બાઈક પણ જપ્ત કરાઇ છે.હાલમાં શ્રાવણ માસ નિમિતે પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે. એક તરફ શ્રાવણીયા જુગાર રમતા લોકોને પકડવા પોલીસ કામે લાગી છે જેની વચ્ચે હવે આ નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. દારૂ પાર્ટીમાં મસગુલ આ નબીરાઓના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો અને તમામની ધરપકડ કરી હતી.હરણી ની શિવકૃપા સોસાયટી માં ઝડપાયેલી દારૂ ની મહેફિલ જ્યાં ચાલતી હતી તે ઘરમાંજ…