Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»અર્શદીપ ટી૨૦માં સૌથી વધુ ૫૧ વાઈડ નાખનારો બોલર બન્યો
    Cricket

    અર્શદીપ ટી૨૦માં સૌથી વધુ ૫૧ વાઈડ નાખનારો બોલર બન્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJanuary 15, 2024No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે વર્ષ ૨૦૨૨માં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી ભારતીય ટીમ માટે એક સારો બોલર સાબિત થયો છે, પરંતુ તેણે કેટલાક શરમજનક રેકોર્ડ પણ બનાવ્યા છે જેને કોઈ બોલર બનાવવા માંગતો નથી. હવે અર્શદીપે સૌથી વધુ વાઈડ બોલ નાખવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે અફઘાનિસ્તાન સામે રમાયેલી બીજી ટી૨૦આઈમેચ દરમિયાન અનિચ્છનીય વાઈડ બોલનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. અર્શદીપ સિંહ વર્ષ ૨૦૨૨થી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વાઈડ બોલ ફેંકનાર બોલર બની ગયો છે.

    તેણે વાઈડ બોલ નાખવાના મામલે ફિફ્ટી પાર કરી દીધી છે. તેણે આ મામલે આયરલેન્ડના માર્ક એડેયરને પાછળ છોડી દીધો છે. માર્કે ૫૦ વાઈડ બોલ ફેંક્યા હતા, જયારે અર્શદીપ તેનાથી આગળ નીકળી ગયો છે. અર્શદીપે ૫૧ વાઈડ બોલ ફેંક્યા છે. આ યાદીમાં વેસ્ટ ઇન્ડિઝનો જેસન હોલ્ડર ત્રીજા સ્થાને છે. તેણે ૩૯ વાઈડ બોલ ફેંક્યા છે. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમનો અન્ય એક ખેલાડી રોમારિયો શેફર્ડ આ યાદીમાં ૩૪ વાઈડ બોલ સાથે ચોથા સ્થાને છે. પાંચમાંનંબરે ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ છે. તેણે ૨૯ વાઈડ બોલ ફેંક્યા છે.

    અફઘાનિસ્તાન સામે ઈન્દોરમાં રમાયેલી બીજી ટી૨૦આઈમેચમાં ભલે ૨૦૨૨ પછી સૌથી વધુ વાઈડ બોલ ફેંકવાનો રેકોર્ડ અર્શદીપના નામે છે, પરંતુ તેણે ૩ વિકેટ પણ લીધી હતી. હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અર્શદીપે ૪ ઓવરમાં ૩૨ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. તેણે નજીબુલ્લાહ ઝાદરાન, કરીમ જન્નત અને નૂર અહેમદને પોતાનો શિકાર બનાવ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      National Award: બદનામીએ કરિયર છીનવ્યું, છૂટાછેડાએ દિલ તોડ્યું, પણ હિંમતે શ્વેતા બસુ પ્રસાદને બનાવી OTTની નવી સુલતાન!

      April 7, 2026

      ICCનો કડક નિયમ—કે નામિબિયાનું ભાગ્ય? યજમાન હોવા છતાં વર્લ્ડ કપમાંથી બાકાત રહેવાનો ભય

      April 6, 2026

      GT vs RR: શુભમન ગિલ સામે આર્ચરની ‘સ્પીડ’ દિવાલ, શું હારનો સિલસિલો તૂટશે?

      April 4, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.