ભારતમાંથી પાકિસ્તાનમાં ગયેલી અંજૂ હાલમાં ખૂબ જ ચર્ચામાં છવાયેલી છે. આ દરમ્યાન અંજૂનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પોતાના પ્રેમી નસરુલ્લાહ અને તેના અમુક દોસ્તો સાથે ભોજન લઈ રહી છે. વાયરલ વીડિયોમાં અંજૂ, નસરુલ્લાહ અને તેના દોસ્ત તથઆ બ્લોગર નોમી ખાન ઉપરાંત કેટલાય અન્ય લોકો એક ટેબલ પર ભોજન લઈ રહ્યા છે. આ વીડિયોને પાકિસ્તાની ચેનલના પત્રકાર દિલીપ કુમાર ખત્રીએ શેર કર્યો છે. રાજસ્થાનના અલવરથી પોતાના ફેસબુક ફ્રેંડ નસરુલ્લાહને મળવા પાકિસ્તાન ગયેલી અંજૂની સુરક્ષા માટે પોલીસ ટીમ ઘર પર લગાવી છે. પાકિસ્તાનના ખૈબૂર પખ્તૂનખ્વા રાજ્યના ઉપરી દીર જિલ્લાના એસપીએ કહ્યું હતું કે, અંજૂના ભારતથી આવ્યા બાદ તેની સાથે પુછપરછ કરવામાં આવી છે. અંજૂને ૨૧ ઓગસ્ટથી પહેલા ભારત મોકલવા માટે નસરુલ્લાને સૂચના અપાઈ છે. આપને જણાવી દઈએ કે, અંજૂએ પોતાના ફેસબુક ફ્રેંડ નસરુલ્લાહને મળવા માટે પતિ અને બે બાળકોને છોડીને પાકિસ્તાન પહોંચી ગઈ હતી. અંજૂએ પાકિસ્તાન જવા માટે પ્લાન બનાવ્યો હતો.
અંજૂએ પાકિસ્તાન જવાની વાતની જાણ પતિને નહોતી કરી. હાલમાં અંજૂનો એક સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યો છે, જેમાં તે પોતાની સોસાયટીમાં બેગ લઈને બહાર જતી દેખાય છે. તો વળી પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર અંજૂએ નસરુલ્લાહ સાથે નિકાહ કરી લીધા છે. તેના નિકાહનામાની તસવીર પણ સામે આવી છે. આ વાતની પુષ્ટિ ખુદ માલકુંડ ડિવિજનના ડીઆઈજી નાસિર મહમૂદ દસ્તીએ કરી છે. જાે કે, નિકાહની વાતને અંજૂ અને નસરુલ્લાહે ખોટી ગણાવી છે. બંનેનું કહેવું છે કે, અમે નિકાહ કર્યા નથી. જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસા, ડીઆઈજી નાસિર મહમૂદ દસ્તીએ જણાવ્યું છે કે, અંજૂએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે, જે બાદ અંજૂને પોતાનું ઈસ્લામિક નામ ફાતિમા રાખ્યું છે. ડીઆઈજીના જણાવ્યા અનુસાર અંજૂ અને નસરુલ્લાહના લગ્ન જિલ્લા અદાલતમાં ૨૫ જુલાઈએ થયા છે.