Stock market : શેર બજારમાં ભારે ઘટાડા વચ્ચે, SBIએ આજે તેના ચોથા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં દેશની સૌથી મોટી બેન્કનો ચોખ્ખો નફો 24 ટકા વધીને રૂ. 20,698 કરોડ થયો છે. વિશ્લેષકોના અંદાજ કરતાં આ વધુ સારું છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં બેન્કનો નફો રૂ. 16,694 કરોડ હતો
આ સાથે બેંકના બોર્ડે પ્રતિ શેર 13.70 રૂપિયાના ડિવિડન્ડની ભલામણ કરી છે. આ માટેની રેકોર્ડ ડેટ 22 મે નક્કી કરવામાં આવી છે અને ડિવિડન્ડ 5 જૂને ચૂકવવામાં આવશે. માર્ચ ક્વાર્ટરમાં બેન્કની વ્યાજની આવક એક વર્ષ અગાઉ રૂ. 92,951 કરોડથી 19 ટકા વધીને રૂ. 1,11,043 કરોડ થઈ છે. આ સાથે NSE પર બેંકનો શેર ત્રણ ટકા વધીને રૂ. 834 થયો હતો.