Amarnath Yatra 2025: 3 જુલાઈથી શરૂ થનાર પવિત્ર યાત્રાનું મહત્વ અને વિશેષતાઓ
Amarnath Yatra 2025:
હિન્દુ ધર્મમાં એક અત્યંત પવિત્ર યાત્રા ગણાતી અમરનાથ યાત્રા 2025માં 3 જુલાઈથી શરૂ થઈ રહી છે અને તે 9 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ પવિત્ર યાત્રા માટે સમગ્ર ભારતમાંથી લાખો શ્રદ્ધાળુઓ ‘બાબા બર્ફાની’ના દર્શન માટે બાલતાલ અને પહેલગામ રૂટ પરથી અમરનાથ ગુફા તરફ રવાના થાય છે.
અમરનાથ યાત્રાનું ધાર્મિક મહત્વ
અમરનાથ ગુફા એ સ્થાન છે જ્યાં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. આ કારણસર તેને “અમરનાથ” કહેવામાં આવે છે.
આ ગુફામાં દર વર્ષે કુદરતી રીતે બનેલું બરફનું શિવલિંગ દેખાય છે, જેને શ્રદ્ધાથી “બાબા બર્ફાની” તરીકે પૂજવામાં આવે છે.
ધાર્મિક માન્યતા મુજબ, જે ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી અહીં દર્શન કરે છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
યાત્રાના ફાયદા અને મહત્વપૂર્ણ વિગતો
એવું માનવામાં આવે છે કે અમરનાથ યાત્રા કરવાથી 23 તીર્થસ્થળો જેટલું પુણ્ય મળે છે.
કાશીના દર્શન કરતાં 10 ગણું, અને પ્રયાગ કરતાં 100 ગણું વધુ પુણ્ય અહીના દર્શનથી મળે છે.
યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ગુફામાં દર્શન કરવા દેવામાં આવે છે.
પવિત્ર શિવલિંગના દર્શન માટે લોકો આખું વર્ષ આતુરતાથી રાહ જુએ છે.

યાત્રા માર્ગ અને સમયગાળો
તારીખ: 3 જુલાઈ 2025 થી 9 ઓગસ્ટ 2025
પ્રમુખ રૂટ:
પહેલગામ રૂટ (પરંપરાગત): લગભગ 36 કિમી લાંબો
બાલતાલ રૂટ (શોર્ટેસ્ટ): આશરે 14 કિમી લાંબો
મહત્વપૂર્ણ સૂચનાઓ યાત્રાળુઓ માટે
યાત્રા માટે પ્રિ-રજીસ્ટ્રેશન અનિવાર્ય છે.
આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી છે કારણ કે યાત્રા ઊંચા પર્વતીય વિસ્તારોમાં થાય છે.
ખરાબ હવામાન અને સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને યાત્રાનું આયોજન કરવું આવશ્યક છે.

