Airtel
Airtelના યુઝર્સને ફરી એકવાર મોટો ઝટકો લાગી શકે છે. કંપની ફરીથી મોબાઇલ પ્લાન મોંઘા કરી શકે છે. કંપનીના સીઈઓ ગોપાલ વિઠ્ઠલે આ અંગે સંકેત આપ્યો છે. ઉપરાંત, ગયા વર્ષે જુલાઈમાં કંપની દ્વારા કરવામાં આવેલા મોબાઇલ ટેરિફ વધારાને પણ યોગ્ય ગણાવવામાં આવ્યો છે. જુલાઈ 2024 માં, એરટેલ સહિત તમામ ખાનગી કંપનીઓએ તેમના મોબાઇલ પ્લાન 25% સુધી મોંઘા કર્યા હતા. આ ઉપરાંત, કંપની 5G નેટવર્કનો વિસ્તાર કરવાની તૈયારી કરી રહી છે જેથી વપરાશકર્તાઓને વધુ સારી કનેક્ટિવિટી મળી શકે.
કંપનીના વાઇસ ચેરમેન અને એમડી ગોપાલ વિટ્ટલે જણાવ્યું હતું કે ભારતનો સરેરાશ વપરાશકર્તા દીઠ આવક (ARPU) હજુ પણ વિશ્વમાં સૌથી ઓછો છે, જેના કારણે ઉદ્યોગમાં નાણાકીય સ્થિરતા અને ટકાઉ વળતર પ્રાપ્ત કરવા માટે ટેરિફ વધારો જરૂરી છે. એરટેલના સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે અમે હવે 4G નેટવર્ક ક્ષમતા માટે કોઈ નવું રોકાણ કરવાના નથી. તેના બદલે, અમે વધારાના 5G રેડિયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.