Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»થોડા દિવસની શાંતિ બાદ મણિપુરમાં ફરી હિંસા કુકી ગામમાં મૈતેઈ શસ્ત્રધારીઓના ગોળીબારમાં ત્રણનાં મોત નિપજ્યા
    India

    થોડા દિવસની શાંતિ બાદ મણિપુરમાં ફરી હિંસા કુકી ગામમાં મૈતેઈ શસ્ત્રધારીઓના ગોળીબારમાં ત્રણનાં મોત નિપજ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 18, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    થોડાક દિવસોની શાંતિ બાદ હિંસાગ્રસ્ત મણિપુરમાં આજે સવારે ફરી એકવાર હિંસા ભડકી. સૂત્રોના જણાવ્યાનુસાર સવારે આશરે ૫.૩૦ વાગ્યે ઉખરુલ જિલ્લાના લિટન પોલીસ સ્ટેશનની હદમાં આવતા થવઈ કુકી ગામમાં શંકાસ્પદ મૈતેઈ શસ્ત્રધારી બદમાશો અને કુકી સ્વયંસેવકો વચ્ચે ભયંકર ગોળીબારની ઘટના બની હતી. તેમાં કુકી સમુદાયના ૩ લોકો મૃત્યુ પામ્યા હતા.
    આ ઘટના બાદ બીએસએફ સહિત સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તલાશી અભિયાન ચલાવ્યો હતો. હાલમાં પણ સ્થિતિ તંગદિલીભરી હોવાના અહેવાલ છે.

    સૂત્રોએ જણાવ્યું હતું કે મૈતેઈ ઉપદ્રવીઓએ સૌથી પહલાં ગામની નજીકમાં આવેલી ડ્યુટી પોસ્ટ પર હુમલો કર્યો હતો. અહીં સ્વયંસેવકો ગામની સુરક્ષા માટે ડ્યુટી કરી રહ્યા હતા. આ ગોળીબારમાં ૩ કુકી સ્વયંસેવકો માર્યા ગયાના અહેવાલ છે. તેમની ઓળખ જામખોગિન હાઓકિપ (૨૬), થાંગખોકાઈ હાઓકિપ (૩૫) અને હોલેનસોન બાઈતે (૨૪) તરીકે થઇ હતી.
    ઉલ્લેખનીય છે કે આ ગામ મૈતેઈ સમુદાયની વસતી ધરાવતા વિસ્તારથી ઘણું દૂર છે. મણિપુરમાં બહુસંખ્યક મૈતેઈ સમુદાયના લોકો એસસી/એસટીનો દરજ્જાે અને અનામત આપવાની માગ કરી રહ્યા છે. મૈતેઈ સમુદાયની વસતી પણ મણિપુરમાં ૫૩ ટકા છે. અત્યાર સુધીની હિંસામાં ૧૦૦થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026

      મતદાર યાદીમાં મોટો ફેરફાર! ગુજરાત સહિત 17 રાજ્યોમાં ચૂંટણી પંચની નવી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

      October 16, 2026

      આસામમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી! 182 કરોડનું ડ્રગ્સ જપ્ત, અમિત શાહે પોલીસની કરી પ્રશંસા

      October 15, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.