બિગ બોસ ઓટીટી સિઝન ૨ના ફિનાલને હવે થોડા દિવસો બાખી છે ત્યાં શોના ટોપ ૫ કન્ટેસ્ટેન્ટને મળી ચુક્યા છે. એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન, પૂજા ભટ્ટ, મનીષા કુમારી અને બેબિકા શોના પાંચ ફાઇનાલિસ્ટ બની ચુક્યા છે. જ્યારે એક્ટ્રેસ જિયા શંકર શોથી બહાર નિકળી ગયા છે. પરંતુ જિયાએ હાલમાં એક વાત શેર કરી છે. બિગ બોસ ઓટીટી ૨માં પોતાની પર્સનલ લાઇફ વિશે ખુલીને વાત કરી છે. વાતચીત દરમિયાન જિયાએ એલ્વિશ યાદવને પોતાના પિતા વિશે વાત કહી. અભિનેત્રીએ પોતાની પર્સનલ લાઇફને લઇને અનેક ખુલાસો કર્યા. એક્ટ્રેસે ફેન્સને પણ ઇમોશનલ કરી દીધા છે. જિયા શંકર એલ્વિશ યાદવ જણાવે છે એના પિતા એમને અને એમની માતાને ૨૦ વર્ષથી છોડીને જતા રહ્યા હતા અને ત્યારપછી ક્યારે પોતાનો સંપર્ક કર્યો નથી. પરંતુ અભિનેત્રી જણાવે છે કમારા પિતાએ ચોક્કસથી બીજી વાર લગ્ન કરી દીધા છે અને બીજી પત્નીથી એમની એક દીકરી પણ છે. આ વાત શેર કરતા ઇમોશનલ થઇ ગઇ હતી. જાે કે જિયાએ એમ પણ કહ્યું કે હું પિતાને બહુ મિસ કરુ છું.
રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે જિયા શંકર એના પિતાની સરનેમ લગાવતી નથી. જિયાના નામ પાછળ લાગેલ શંકર સરનેમથી એના પિતાને કોઇ લેવા દેવા નથી. છેલ્લે એપિસોડમાં એલિમિનેશનથી પહેલાં જિયાએ એલ્વિશ યાદવને ગાર્ડન એરિયામાં વાત કરતા જાેવા મળ્યા. આ દરમિયાન એલ્વિશ જિયાને પૂછે છે કે એ એના પિતાની વાતનો જવાબ આપવો કેમ ગમતો નથી? આ વિશે જિયા જવાબ આપે છે ના..અમે ક્યારે વાત કરી નથી. હું એ પણ જાણતી નથી કે એ ક્યાં છે અને કેવા દેખાય છે. મેં અવાજ સુધી સાંભળ્યો નથી. મે છેલ્લા ૨૦ વર્ષથી વાત કરી નથી. અમારી વચ્ચે કોઇ કોન્ટેક્ટ પણ નથી. જિયા વધુમાં જણાવે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતાએ મારા વિશે જાણવાની કોશિશ કરી ન હતી, તો હવે મારી માતાને કોઇ ફરક પડતો નથી. જિયા અનુસાર એ એની જિંદગીનો ખરાબ સમય જાેઇ ચુકી છે. આ માટે હવે કોઇ ફરક પડતો નથી.