નવસારીના ચીખલી તાલુકાના ચિતાલી ગામે બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. જાેકે આ બંને કાર માથી એક કારમાં દારુ ભરેલો હતો. જેને લૂંટવા લોકોની પડાપડી કરી. દારૂ લૂંટના વાયર વીડિયોના આધેરે પોલીસ તપાસ શરૂ કરી છે.
નવસારીના ચીખલીના ચિતાલી ગામે કાર અને ઈકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વિદેશી દારૂ ભરેલી કારે ઈકોને અડફેટે લીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોએ કારમાંથી દારૂની લૂંટ ચલાવી હતી. કારમાંથી દારૂની બોટલ લઈને લોકો ત્યાંથી નીકળી ગયા હતા. દારૂના લૂંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ચિતાલી ગમે એક ફોર્ચ્યુનર ગાડીના ચાલક બોડવાક જઈ રહ્યા હતા. જે દરમ્યાન ફોર્ચ્યુનર ગાડી આગળ જતી ઈકો સાથે અથડાવી હતી. અકસ્માતમાં ફોર્ચ્યુનર ગાડી રોડની સાઇડમાં ઉતરી ગઈ.
જે ઘટનામાં ઈકો કારને થયેલા નુક્સાનનો ખર્ચ ફોર્ચ્યુનર કારના જયદીપ સુમન પટેલે દ્વારા આપવા સંમતી આપી હતી. પરંતુ આ સ્થળ પર લોકોનું ટોળું એકત્ર થતા મોકો જાેઈને ફોર્ચ્યુનર કારનો ચાલક જયદીપ ફરાર થઇ ગયો હતો. અકસ્માત સમયે ફોર્ચ્યુનરમાં દારુનો જથ્થો હોવાનું જણાતા લોકોએ દારૂ માટે લૂંટ મચાવી હતી.