Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»ગોવા ખાતે જી૨૦ ઊર્જા મંત્રીઓની બેઠક યોજાઈ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા બિન-અશ્મિ આધારિત બળતણના ઉત્પાદનનું લક્ષયાંકઃ મોદી
    Uncategorized

    ગોવા ખાતે જી૨૦ ઊર્જા મંત્રીઓની બેઠક યોજાઈ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા બિન-અશ્મિ આધારિત બળતણના ઉત્પાદનનું લક્ષયાંકઃ મોદી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગોવા ખાતે જી૨૦ ઉર્જા મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ડેવલપમેન્ટ અને એનર્જી ટ્રાન્ઝિશનના ક્ષેત્રમાં ભારત દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે ચર્ચા કરી હતી.
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કરેલ સંબોધનમાં કહ્યું હતું કે, ભારત સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે, તેમ છતાં અમે અમારી આબોહવા પ્રતિબદ્ધતાઓ પર મજબૂત પ્રગતિ કરવાના પ્રયાસો કરી રહ્યા છીએ.

    તેમણે કહ્યું, અમે બિન-અશ્મિભૂત દ્વારા વીજળી ઉત્પન્ન કરવાના લક્ષ્યાંકને ટાર્ગેટ વર્ષના ૯ વર્ષ પહેલા જ હાંસલ કર્યું હતું. ત્યારબાદ અમે આ લક્ષ્યાંકને વધુ વિસ્તૃત કરી અમારું લક્ષ્યાંક વધારી ૨૦૩૦ સુધીમાં ૫૦ ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના બનાવીએ છે. ભારત સૌર અને પવન ઊર્જામાં વૈશ્વિક દેશમાં પ્રમુખ સ્થાન ધરાવે છે.

    આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમે આ વર્ષે ૨૦% ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનું રોલઆઉટ શરૂ કર્યું છે, અમારું લક્ષ્ય ૨૦૨૫ સુધીમાં સમગ્ર દેશને આવરી લેવાનું છે. અમારે ટેક્નોલોજી ગેપને દૂર કરવા, ઉર્જા સુરક્ષા વધારવા અને સપ્લાય ચેઇનને વૈવિધ્યીકરણ કરવાના માર્ગો શોધવાની જરૂર છે અને તે લક્ષ્યાંકને હાંસલ કરવામાં અમે અત્યારે કામ કરી રહ્યા છીએ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      દિલ્હીમાં CJPના પ્રદર્શનથી ખળભળાટ: વિરોધ પ્રદર્શન પહેલાં અભિજીત દીપકે સહિત અનેકની ધરપકડ

      October 10, 2026

      મધ્ય પૂર્વમાં વધતો તણાવ: “ઈરાનને ઘેરવાની વ્યૂહરચના? ઈઝરાયેલી પીએમ બેન્જામિન નેતન્યાહૂનો યુએઈનો સિક્રેટ પ્રવાસ”

      September 28, 2026

      દિલ્હીના રાજકારણમાં ગરમાવો: રાહુલ ગાંધીના પ્રહારો અને ભાજપનો પલટવાર

      August 14, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.