નિવૃત્ત IPS અધિકારી બી.એસ. જેબલિયાના પુત્ર નીરવ જેબલિયાએ પોતાની કાર સ્કોર્પિયોનો સોદો કરીને રૂપિયા લઈ લીધા બાદ ડિલિવરી ન આપી ૪.૨૩ લાખની ઠગાઈ ઉપરાંત કારની લે-વેચનો ધંધો કરતા વિજય મિશ્રાને ગાયબ કરવાની વાત કરતા આખરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને ધાકધમકીની ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, ફરિયાદ ન થાય તે માટે અનેક ૈંઁજી અધિકારીઓએ ભારે મહેનત કરી હતી પરંતુ કોઈ મેળ પડી શક્યો નહીં.
વિજય મિશ્રા (૫૦)એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ થલતેજ સ્થિત એક એપોર્ટમેન્ટમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહે છે અને સેટેલાઈટમાં ઓફિસ ધરાવે છે જ્યા તેઓ કારની લે વેચનો ધંધો કરે છે. ફરિયાદ અનુસાર ૨૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ વિજયના મિત્રએ કે જેઓ ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે તેમજ હાઈકોર્ટના વકીલોની ગાડી લે વેચનું કામ કરે છે. તેઓએ વિજયને ફોન કરીને જણાવ્યું કે, તેમનો મિત્ર નીરવ બાવકુભાઈ જેબલિયાને એક સ્કોર્પિયો કાર વેચવાની છે તો તમે ગુજરાત હાઈકોર્ટ ખાતે આવો અને જાેઈ લો. જેથી વિજય મિશ્રા તેમના એક મિત્ર માલવભાઈ જયેશભાઈ પટેલ જેમને સ્કોર્પિયો કાર લેવાની હતી તેમને સાથે લઈને ગુજરાત હાઈકોર્ટના ગેટ નંબર ૨ પાસે આવ્યા હતા. ત્યાં થોડીવારમાં નીરવ જેબલિયા પોતાની સ્કોર્પિયો કાર (ય્ત્ન-૦૬-ઁઝ્ર-૩૦૦૩) લઈને આવ્યો હતો અને ગાડી બતાવી હતી.
સરખી રીતે ચેક કર્યા બાદ સ્કોર્પિયો પસંદ આવતા તેમણે હા પાડી હતી અને નીરવ જેબલિયા સાથે સ્કોર્પિયો કારનો ૧૦.૨૫ લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. ફરિયાદ અનુસાર જે તે સમયે નીરવ જેબલિયાને કારના
ટોકન પેટે ૨ લાખ માંગ્યા હતા, પરંતુ પૈસા ઓછા હોવાથી સ્થળ પર જ ૫૦૦૦૦ આપ્યા હતા. તેમજ ગાડી માલવભાઈ પટેલને લેવાની હોવાથી તેમની પાસેથી દોઢ લાખ સાંજના સમયે લઈને જવાનું કહ્યું હતું. જેથી વિજયના મિત્ર કિરણ બારોટે આ માલવભાઈની ઓફિસથી માણેકબાગ શ્રેયાંશ બ્રિજ નીચે ભુદરાપુરા આંબાવાડી ખાતે દોઢ લાખ લાવી નીરવ જેબલિયાને આપ્યા હતા અને ૩૦ એપ્રિલ ૨૦૨૩ના રોજ નીરવ જેબલિયાએ કાર બાયર માલવભાઈની ઓફિસે જઈને કારની લોન ભરવાની છે કહીને બીજા દોઢ લાખ રૂપિયા લઈ ગયા હતા.
એટલું જ નહીં, ૨૫ મે ૨૦૨૩ના રોજ નીરવ જેબલિયાએ વિજય મિશ્રાને ફોન કરીને કહ્યું કે, ગાડીની લોનની ભરપાઈ કરવાની હોવાથી છેલ્લો હપ્તો ભરવાનો હોવાથી રૂપિયાની માંગણી કરી હતી. જેથી વિજય મિશ્રાએ હપ્તો ભરવા માટે ૭૩૪૦૦ રૂપિયા કેશ આપ્યા હતા. આમ અત્યાર સુધી ટુકડે ટુકડે ૪.૨૩ લાખ રૂપિયા નીરવ જેબલિયાને આપવામાં આવ્યા હતા. અડધી જેટલી રકમ આપ્યા બાદ પણ ગાડી ન આપતા વિજય મિશ્રા જ્યારે કાર માટે ફોન કરે ત્યારે નીરવ જેબલિયા નવા નવા બહાના બતાવ્યા હતા. જેથી વિજય મિશ્રાએ પૈસા પરત માંગતા નીરવ જેબલિયાએ કહ્યું કે, તારાથી જે થાય તે કરી લેજે, ગાડી નહીં મળે અને પૈસા પણ નહીં મળે અને ફરી પૈસા લેવા આવ્યો તો ક્યાંય ગાયબ કરી નાખીશ તેવી ધમકી આપી હતી. પૈસા પરત મેળવવા માટે આખરે વિજય મિશ્રાએ પોલીસની મદદ માંગી છે.