ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીની ઉત્તમ તક: UPSSSC એ સિનિયર ઇન્સ્ટ્રક્ટર પદો માટે મંગાવી અરજીઓ, મળશે રૂ. 1.12 લાખ સુધીનો પગાર
ઉત્તર પ્રદેશ અધીનસ્થ સેવા પસંદગી આયોગ (UPSSSC) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 21-Exam/2026 હેઠળ સિનિયર ઇન્સ્ટ્રક્ટરના કુલ 132 પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રોસેસ દ્વારા સ્ટેટ ગ્રામીણ વિકાસ સંસ્થાન, બક્ષી કા તળાવ (લખનૌ) ખાતે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 14 સપ્ટેમ્બર 2026થી શરૂ થઈ ચૂકી છે અને ઈચ્છુક ઉમેદવારો 5 ઓક્ટોબર 2026 સુધી અરજી કરી શકે છે.

વિષયવાર જગ્યાઓની ફાળવણી
કુલ 132 જગ્યાઓને વિવિધ વિષયો અને ક્ષેત્રો અનુસાર વિભાજિત કરવામાં આવી છે:
એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ: સૌથી વધુ પદો
પ્લાન્ટ પ્રોટેક્શન અને હોર્ટિકલ્ચર: 16-16 પદો
એનિમોલ હસબન્ડરી: 14 પદો
એગ્રોનોમી: 12 પદો
વુમન વેલફેર: 09 પદો
કોઓપરેશન, પંચાયત અને સોઈલ સાયન્સ: 8-8 પદો
એગ્રીકલ્ચર એક્સ્ટેન્શન: 05 પદો
પબ્લિક હેલ્થ: 03 પદો
પ્રોડક્શન: 02 પદો
એગ્રીકલ્ચર: 01 પદ
વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 1 જુલાઈ 2026ના રોજ ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જરૂરી છે. રાજ્યના અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત વિષય અનુસાર અલગ-અલગ રાખવામાં આવી છે. સંબંધિત પદ માટે ઉમેદવાર પાસે એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ, બોટની, ઝૂઓલોજી, હોર્ટિકલ્ચર, વેટરનરી સાયન્સ, હોમ સાયન્સ, સોશિયોલોજી, સોશિયલ વર્ક, ન્યુટ્રિશન, ઇકોનોમિક્સ કે પબ્લિક હેલ્થ જેવા વિષયોમાં બેચલર કે માસ્ટર્સ ડિગ્રી હોવી અનિવાર્ય છે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે UP PET 2025 નો માન્ય સ્કોર કાર્ડ હોવો ફરજિયાત છે.

પગારધોરણ અને પ્રોસેસિંગ ફી
સિનિયર ઇન્સ્ટ્રક્ટર પદ પર પસંદગી પામેલા ઉમેદવારોને પે લેવલ-6 હેઠળ પગાર આપવામાં આવશે. જેનું પગારધોરણ રૂ. 35,400 થી રૂ. 1,12,400 ની વચ્ચે રહેશે. અરજી કરતી વખતે તમામ કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 25 ની પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા અને મુખ્ય પરીક્ષાની પેટર્ન
આ ભરતીમાં પસંદગી સીધી મુખ્ય પરીક્ષા દ્વારા નહીં થાય.
શોર્ટલિસ્ટિંગ: સૌથી પહેલા UP PET 2025ના નોર્મલાઈઝ્ડ સ્કોરના આધારે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આયોગ દરેક કેટેગરીમાં ઉપલબ્ધ જગ્યાઓના મહત્તમ 15 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવશે.
મુખ્ય પરીક્ષા: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો માટે 100 ગુણની ઓબ્જેક્ટિવ મુખ્ય પરીક્ષા યોજાશે. પરીક્ષા માટે 2 કલાકનો સમય મળશે. જેમાં દરેક ખોટા જવાબ માટે 1/4 (0.25) નેગેટિવ માર્કિંગ રહેશે.
સંબંધિત વિષય, ગ્રામીણ વિકાસ અને ડેટા ઇન્ટરપ્રીટેશન: 65 પ્રશ્નો
કોમ્પ્યુટર અને માહિતી ટેકનોલોજી: 15 પ્રશ્નો
ઉત્તર પ્રદેશ સામાન્ય જ્ઞાન: 20 પ્રશ્નો
દસ્તાવેજ ચકાસણી અને મેડિકલ: લિખિત પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
અરજી કરવાની રીત
ઉમેદવારોએ સૌપ્રથમ UPSSSCની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાં ‘Live Advertisement’ વિભાગમાં Advertisment Number 21-Exam/2026 પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ PET 2025ની રજીસ્ટ્રેશન વિગતોથી લોગઈન કરીને ફોર્મ ભરવાનું રહેશે. તમામ વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભર્યા બાદ નિયત ફી ભરીને ફોર્મ સબમિટ કરી તેની પ્રિન્ટઆઉટ સાચવી લેવી.
