સેમસંગનો નવો ધમાકો: Galaxy S26 FE ની ગ્લોબલ એન્ટ્રી, મળશે 50MP કેમેરા અને Exynos 2500 ચિપસેટ
દક્ષિણ કોરિયાઈ ટેક કંપની સેમસંગે પોતાની લોકપ્રિય ‘S26’ સિરીઝના સૌથી પરવડે તેવા (Affordable) સ્માર્ટફોન Samsung Galaxy S26 FE ને ગ્લોબલ માર્કેટમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ પોતાની ફ્લેગશિપ સિરીઝ હેઠળ Galaxy S26, Galaxy S26+ અને Galaxy S26 Ultra લોન્ચ કર્યા હતા, ત્યારબાદ આ ફેન એડિશન (FE) મોડેલનો લાઈનઅપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Samsung Galaxy S26 FE ની કિંમત અને ઉપલબ્ધતા
આ નવો સ્માર્ટફોન ત્રણ સ્ટોરેજ વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તે બ્લૂબેરી, ગ્રેફાઈટ અને પિસ્તાચિયો જેવા આકર્ષક કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ થશે:
8GB RAM + 128GB: 799 યુરો (આશરે ₹89,000)
8GB RAM + 256GB: 899 યુરો (આશરે ₹1,00,000)
8GB RAM + 512GB: 1,099 યુરો (આશરે ₹1,22,000)
આ સ્માર્ટફોનનું વેચાણ 4 સપ્ટેમ્બરથી પસંદગીના વૈશ્વિક બજારોમાં શરૂ થશે, ત્યારબાદ ટૂંક સમયમાં તે ભારતીય બજારમાં પણ પ્રવેશ કરશે.
ડિસ્પ્લે અને ડિઝાઇન
સામસંગ ગેલેક્સી S26 FE માં 6.7 ઇંચની FHD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ અને 1900 નિટ્સની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે, જેનાથી તડકામાં પણ ઉત્કૃષ્ટ સ્ક્રીન વિઝિબિલિટી મળે છે. સુરક્ષા માટે તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર અને વોટર-ડસ્ટ રેસિસ્ટન્સ માટે IP68 રેટિંગ આપવામાં આવ્યું છે.
પ્રોસેસર અને પરફોર્મન્સ
આ સ્માર્ટફોનમાં કંપનીએ પોતાનું પાવરફુલ 3nm ટેકનોલોજી પર આધારિત In-House Exynos 2500 ચિપસેટ વાપર્યું છે. આ પ્રોસેસર ભારે મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગ દરમિયાન ઉત્તમ પરફોર્મન્સ પૂરું પાડે છે. તે 8GB રેમ અને 512GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શન સાથે આવે છે. આ ડિવાઇસ લેટેસ્ટ Android 16 પર આધારિત Samsung ના પોતાના સ્યુટ One UI 8 પર રન કરે છે.

કેમેરા અને બેટરી લાઈફ
ફોટોગ્રાફીના શોખીનો માટે ફોનના બેક સાઈડમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે:
પ્રાઈમરી કેમેરા: 50MP (OIS સપોર્ટ સાથે)
અલ્ટ્રા-વાઈડ કેમેરા: 12MP
ટેલિફોટો લેન્સ: 8MP
સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે આગળના ભાગમાં 12MP નો ફ્રન્ટ કેમેરા મોજૂદ છે. પાવર બેકઅપ માટે ડિવાઈસમાં 4,900mAh ની દમદાર બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ ટેકનોલોજીને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં 5G, Wi-Fi, બ્લૂટૂથ અને NFC જેવા તમામ આધુનિક ફીચર્સ સમાવવામાં આવ્યા છે.
