Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»ઇન્ડિગો એરલાઇન્સનો સર્વર ડાઉન: ફ્લાઇટ ટિકિટ બુકિંગમાં ભારે મુશ્કેલી, કંપનીએ જાહેર કરી એડવાઇઝરી
    Business

    ઇન્ડિગો એરલાઇન્સનો સર્વર ડાઉન: ફ્લાઇટ ટિકિટ બુકિંગમાં ભારે મુશ્કેલી, કંપનીએ જાહેર કરી એડવાઇઝરી

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 21, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મુસાફરો માટે અગત્યની ચેતવણી: ઇન્ડિગોની વેબસાઇટ પર ટેકનિકલ ખામી, એરલાઇને આપી આ ખાસ સલાહ

    જો તમે આગામી દિવસોમાં ક્યાંય મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો અને ફ્લાઇટની ટિકિટ બુક કરાવવાનું વિચારાત હોવ, તો થોડી વાર રોકાઈ જવું યોગ્ય રહેશે. દેશની અગ્રણી એરલાઇન કંપની ઇન્ડિગો (IndiGo)એ પોતાના ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કર્યું છે. એરલાઇનના મુખ્ય સિસ્ટમ સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે તેમની અધિકૃત વેબસાઇટ અને ઓનલાઇન સેવાઓ ખોરવાઈ ગઈ છે. જેના કારણે ગ્રાહકોને ટિકિટ બુકિંગ, વેબ ચેક-ઈન અને ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

    વેબસાઇટ પર શું એડવાઇઝરી જાહેર કરાઈ?

    શુક્રવારે એટલે કે ૨૧ ઓગસ્ટના રોજ જ્યારે ગ્રાહકો ઇન્ડિગોની વેબસાઇટ કે એપ ઓપન કરી રહ્યા હતા, ત્યારે સ્ક્રીન પર ‘NO DATA AVAILABLE’ લખેલું આવતું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઇને તુરંત એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, “અમે હાલમાં અમારા મુખ્ય રિઝર્વેશન પ્લેટફોર્મ (Core Reservation Platform) પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ. આ જ કારણે કેટલાક ગ્રાહકોને અમારી ઓનલાઇન સુવિધાઓ મેળવવામાં અડચણ આવી રહી છે. અમારી ટેકનિકલ ટીમ અમારા આઇટી પાર્ટનર્સ સાથે મળીને આ સમસ્યાને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવા માટે સતત કામ કરી રહી છે.”

    એરલાઇને મુસાફરોને કરી આ ખાસ અપીલ

    સર્વર ડાઉન થવાને કારણે મુસાફરોને પડી રહેલી તકલીફ માટે ઇન્ડિગોએ જાહેરમાં માફી માંગી છે અને તેમની સમક્ષ બે વિકલ્પો રજૂ કર્યા છે. એરલાઇને જણાવ્યું છે કે જે ગ્રાહકોને તાત્કાલિક કે ઇમરજન્સીમાં ટિકિટ બુક કરાવવી હોય, તેઓ કંપનીના કસ્ટમર કેર / કોન્ટેક્ટ સેન્ટર પર સીધો સંપર્ક કરી શકે છે. જ્યારે જે મુસાફરોને આગામી થોડા દિવસો પછી મુસાફરી કરવાની છે, તેમને હાલ પૂરતું બુકિંગ કે સર્ચિંગ અટકાવી દેવા અને સિસ્ટમ સામાન્ય થાય તે પછી પ્રયાસ કરવા વિનંતી કરવામાં આવી છે.

    અઠવાડિયામાં બીજી વખત ટેકનિકલ ખામી સર્જાઈ

    ઉલ્લેખનીય છે કે ઇન્ડિગોના ગ્રાહકો માટે આ સમસ્યા નવી નથી. આ જ અઠવાડિયામાં અગાઉ ૧૯ ઓગસ્ટના રોજ પણ ગ્રાહકોને આવી જ ગંભીર તકલીફનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે પણ ઓનલાઇન ટિકિટ બુકિંગ અને એરપોર્ટ પર વેબ ચેક-ઈનની પ્રક્રિયા અટકી ગઈ હતી. સતત બીજા દિવસે ટેકનિકલ ગ્લીચ (Glitch) આવવાને કારણે એરપોર્ટ પર પણ મુસાફરોની લાંબી લાઈનો જોવા મળી હતી.

    Emergency Landing of Flights

    મુસાફરોને એરપોર્ટ પર પહોંચતા પહેલા સલાહ

    એરલાઇને એરપોર્ટ પર પહોંચતા મુસાફરોને પણ વિનંતી કરી છે કે તેઓ થોડો વધારાનો સમય હાથમાં રાખીને ઘરની બહાર નીકળે. કારણ કે સિસ્ટમ ડાઉન હોવાથી એરપોર્ટ કાઉન્ટર પર મેન્યુઅલ ચેક-ઈન કરવું પડી રહ્યું છે, જેમાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. સિસ્ટમ સંપૂર્ણપણે પૂર્વવત ન થાય ત્યાં સુધી ગ્રાહકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

    #IndigoAirlines #IndiGoServerDown #TravelAlert
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      ખાંડના ભાવમાં ભડકો: તહેવારોની સિઝન પહેલાં કેન્દ્ર સરકાર એક્શનમાં, સ્ટોક લિમિટ અને આયાત સહિત લીધા મોટા નિર્ણયો

      August 21, 2026

      સ્ટારબક્સમાં મોટા પાયે છટણી: વૈશ્વિક કોફી ચેને ૨૦૦થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી નિકાળવાનો નિર્ણય લીધો

      August 21, 2026

      ઓગસ્ટ મહિનો પૂરો થાય તે પહેલાં પતાવી લો આ ૪ મહત્વપૂર્ણ કામ: નહિતર વેઠવું પડશે આર્થિક નુકસાન

      August 21, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.