Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»Shahbaz Sharif – સ્વતંત્રતા દિવસે પણ પાકિસ્તાનની નીચ માનસિકતા: શાહબાઝ શરીફ અને અસીમ મુનીરે ભારત સામે ઓક્યું ઝેર
    India

    Shahbaz Sharif – સ્વતંત્રતા દિવસે પણ પાકિસ્તાનની નીચ માનસિકતા: શાહબાઝ શરીફ અને અસીમ મુનીરે ભારત સામે ઓક્યું ઝેર

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarAugust 14, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ‘ઓપરેશન સિંદૂર’ ની હાર છતાં પાકિસ્તાનના બડાશ: શાહબાઝ શરીફ અને અસીમ મુનીરનો ભારત વિરોધી રાગ

    પોતાના ૮૦મા સ્વતંત્રતા દિવસના અવસર પર પણ પાકિસ્તાન પોતાની ભારત વિરોધી નીતિઓ અને પોકળ ગીધડભબકીઓથી બાજ આવ્યું નથી. દેશ ગંભીર આર્થિક સંકટ અને ફુગાવા સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય એકતા અને શાંતિના નામે ફરી એકવાર ભારત સામે ઝેર ઓક્યું છે. દેશને સંબોધિત કરતી વખતે તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાન વિસ્તારમાં શાંતિ ઈચ્છે છે, પરંતુ ભારત તેની આ શાંતિની ઈચ્છાને નબળાઈ સમજવાની ભૂલ ન કરે.

    ‘ઓપરેશન સિંદૂર’ ની હાર છતાં પાકિસ્તાનના બડાશ: જળ સંધિ પર આપી ધમકી

    વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના સંબોધનમાં મે ૨૦૨૫ માં ભારત દ્વારા હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) નો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં ૨૬ નિર્દોષ નાગરિકોના મોત થયા બાદ ભારતે કડક કાર્યવાહી કરતા ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. જે હેઠળ ભારતે પાકિસ્તાન અને પીઓકે (PoK) માં સ્થિત આતંકી માળખાને મિસાઈલ અને ડ્રોન હુમલાઓ દ્વારા સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું હતું.

    આ ચાર દિવસીય લશ્કરી સંઘર્ષ અને ભારતની કડક દંડાત્મક કાર્યવાહીના ભાગરૂપે ભારતે ‘સિંધુ જળ સંધિ’ (Indus Waters Treaty) ને સ્થગિત કરી દીધી હતી. તેના પર અકળાયેલા શાહબાઝ શરીફે ધમકીભર્યા સૂરમાં કહ્યું કે, “પાકિસ્તાનના પાણીનું એક-એક બૂંદ અમારી ‘રેડ લાઈન’ છે.” ભારતે એકતરફી રીતે આ સંધિ સ્થગિત કરી હોવાનો ખોટો આરોપ લગાવી તેમણે જળ સંસાધનોના અધિકાર માટે લડી લેવાની વાત કરી હતી.

    ટ્રમ્પનો આભાર અને કાશ્મીર રાગ: ભારતની ત્રીજા પક્ષની મધ્યસ્થતા પર સ્પષ્ટ ના

    પોતાના ભાષણમાં શાહબાઝ શરીફે પરંપરાગત રીતે ફરી એકવાર કાશ્મીરનો રાગ આલાપ્યો હતો. આ ઉપરાંત, તેમણે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદ માટે ન થવા દેવા અફઘાન નેતૃત્વને અપીલ કરી હતી.

    મધ્યસ્થતા વિવાદ: શાહબાઝ શરીફે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અટકાવવામાં ભૂમિકા ભજવવા બદલ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. જોકે, ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે કાશ્મીર અને પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓ દ્વિપક્ષીય છે અને તેમાં કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા ભારતને ક્યારેય મંજૂર નથી.

    સાઉદી-તુર્કી સંરક્ષણ કરાર અને આસિફ ઝરદારી-આસિમ મુનીરના ઝેરીલા દાવે

    પાકિસ્તાની વડાપ્રધાને સાઉદી અરેબિયા અને તુર્કી સાથે થયેલા ત્રિપક્ષીય સંરક્ષણ કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો અને તેને વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની વધતી ભૂમિકા ગણાવી હતી. બીજી તરફ, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીરે પણ ભારત વિરૂદ્ધ જૂઠા દાવાઓ કર્યા હતા.

    ઝરદારીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ ગયા વર્ષના લશ્કરી સંઘર્ષમાં ભારતને “યોગ્ય જવાબ” આપ્યો હતો. એટલું જ નહીં, આ હારને છુપાવવા માટે પાકિસ્તાન આર્મીએ એક સ્મારકનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

    #IndiaPakistan #IndusWatersTreaty #ShehbazSharif
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છાઓ, કહ્યું- આ વખતે પણ જવાનો સાથે મનાવીશ તહેવાર

      November 7, 2026

      E20 પેટ્રોલમાં 20%થી વધુ એથેનોલ ભેળવવાનો આરોપ, રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી

      November 7, 2026

      સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: ધરપકડના 24 કલાકની ગણતરી હવે ક્યારથી થશે? પોલીસ માટે પણ કડક નિયમો લાગુ

      November 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.