SBI PO: એસબીઆઈ પીઓ 1500 પદો માટે પ્રિલિમ્સ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર: 4 શિફ્ટમાં થશે એક્ઝામ, કેન્દ્ર પર આ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા પ્રોબેશનરી ઓફિસર (PO) પ્રિલિમ્સ પરીક્ષા 2026 નું આયોજન દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી રહ્યું છે. આ ભરતી ઝુંબેશ હેઠળ કુલ 1500 પ્રોબેશનરી ઓફિસર ના પદો પર ભરતી કરવામાં આવશે.
પરીક્ષામાં બેસનારા ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એક્ઝામ સેન્ટર પર જતાં પહેલાં પોતાના એડમિટ કાર્ડમાં આપેલી તમામ વિગતો જેવી કે રિપોર્ટિંગ સમય, શિફ્ટ, પરીક્ષા કેન્દ્રનું સરનામું અને અન્ય મહત્વપૂર્ણ માર્ગદર્શિકાઓ ધ્યાનપૂર્વક ચકાસી લે.

SBI PO પ્રિલિમ્સ 2026: શિફ્ટ અને સમયપત્રક
SBI PO પ્રિલિમ્સ પરીક્ષા દરરોજ 4 શિફ્ટ માં યોજાશે. નિયત રિપોર્ટિંગ સમય પછી આવનાર કોઈ પણ ઉમેદવારને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
| શિફ્ટ | રિપોર્ટિંગ સમય | પરીક્ષાનો સમય |
| શિફ્ટ-1 | સવારે 08:00 વાગ્યે | સવારે 09:00 થી 10:00 વાગ્યા સુધી |
| શિફ્ટ-2 | સવારે 10:30 વાગ્યે | સવારે 11:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી |
| શિફ્ટ-3 | બપોરે 01:00 વાગ્યે | બપોરે 02:00 થી 03:00 વાગ્યા સુધી |
| શિફ્ટ-4 | સાંજે 03:30 વાગ્યે | સાંજે 04:30 થી 05:30 વાગ્યા સુધી |
પરીક્ષા કેન્દ્ર પર કયા દસ્તાવેજો સાથે રાખવા?
પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારો પાસે નીચે મુજબના મૂળ દસ્તાવેજો (Original Documents) હોવા જરૂરી છે:
SBI PO પ્રિલિમ્સ 2026 નું પ્રિન્ટેડ એડમિટ કાર્ડ (Hall Ticket).
મૂળ ફોટો ઓળખપત્ર (જેમ કે પાન કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા સરકારી ઓળખપત્ર).
તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
આ જરૂરી દસ્તાવેજો વગર ઉમેદવારને પરીક્ષા ખંડમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
એક્ઝામ સેન્ટર માટેના મહત્વના નિયમો
SBI દ્વારા પરીક્ષાના દિવસ માટે ઉમેદવારો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. તમામ ઉમેદવારોએ સમયસર પહોંચવું અને માત્ર જરૂરી દસ્તાવેજો જ સાથે રાખવા.
પરીક્ષા દરમિયાન દરેક ઉમેદવારે તેમને ફાળવવામાં આવેલી સીટ પર જ બેસવાનું રહેશે અને પરીક્ષા ખંડમાં હાજર ઇન્વિજિલેટર (નિરીક્ષક) ની સૂચનાઓનું કડકપણે પાલન કરવાનું રહેશે.

આ વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લઈ જવાની મનાઈ છે
પરીક્ષા ખંડની શુચિતા જાળવવા માટે કેટલાક સાધનો પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે:
ઇલેક્ટ્રોનિક ઉપકરણો: મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, કેલ્ક્યુલેટર, બ્લૂટૂથ ડિવાઈસ કે અન્ય કોઈ ગેજેટ.
અભ્યાસ સામગ્રી: પુસ્તકો, નોટ્સ, કાગળના ટુકડા કે કોઈ પણ પ્રકારની પ્રિન્ટેડ સામગ્રી.
નિયમોનું ઉલ્લંઘન કરનાર ઉમેદવારની રદ કરવામાં આવી શકે છે.
