SBI: શેરબજારના કડાકા વચ્ચે SBI ની સેફ ડિપોઝિટ સ્કીમ: માત્ર ₹૧ લાખ જમા કરાવી મેળવો ₹૬૪,૨૨૭ સુધીનું ગેરંટીડ વ્યાજ
છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં જોવા મળી રહેલા ભારે ઘટાડા અને અસ્થિરતાના કારણે રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. બજારના આ નકારાત્મક વલણને કારણે જે લોકો નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હતા, તેઓ હવે ભારે મૂંઝવણમાં મુકાયા છે. જો તમે પણ આગામી દિવસોમાં તમારા નાણાંનું રોકાણ કરવા ઈચ્છો છો અને બજારનું કોઈ પણ પ્રકારનું જોખમ (Risk) લેવા માંગતા નથી, તો બેંક ફિક્સ ડિપોઝિટ (FD) તમારા માટે સૌથી સુરક્ષિત અને સર્વશ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) હાલમાં એફડી પર જબરદસ્ત વળતર આપી રહી છે. અહીં અમે એસબીઆઈની એક એવી ખાસ એફડી સ્કીમ વિશે જાણીશું, જેમાં માત્ર ૧ લાખ રૂપિયા જમા કરીને તમે ₹૬૪,૨૨૭ સુધીનું ફિક્સ વ્યાજ કમાઈ શકો છો.

પાકતી મુદતે (Maturity) ખાતામાં આવશે કુલ ₹૧,૬૪,૨૨૭
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની લાંબા ગાળાની એફડી યોજનામાં માત્ર ૧ લાખ રૂપિયાનું વન-ટાઇમ રોકાણ કરીને સામાન્ય નાગરિકોથી લઈને અતિ વરિષ્ઠ નાગરિકો મોટું વળતર મેળવી શકે છે. આ સ્કીમ પૂર્ણ થતાં જ અતિ વરિષ્ઠ નાગરિકોના ખાતામાં વ્યાજ સાથે કુલ ₹૧,૬૪,૨૨૭ ની રકમ જમા થશે.
તમને જણાવી દઈએ કે સ્ટેટ બેંકમાં ગ્રાહકો પોતાની સગવડ મુજબ ઓછામાં ઓછા ૭ દિવસથી લઈને મહત્તમ ૧૦ વર્ષ સુધીની મુદત માટે એફડી ખાતું ખોલાવી શકે છે. હાલમાં એસબીઆઈ દ્વારા વિવિધ મુદતની એફડી પર ૩.૦૫ ટકાથી લઈને ૭.૧૫ ટકા સુધીનું આકર્ષક વ્યાજ આપવામાં આવી રહ્યું છે. બેંક દ્વારા ૫ વર્ષથી લઈને ૧૦ વર્ષ સુધીની લાંબી અવધિની ફિક્સ ડિપોઝિટ પર સામાન્ય નાગરિકોને ૬.૦૫ ટકા, વરિષ્ઠ નાગરિકો (Senior Citizens) ને ૭.૦૫ ટકા અને અતિ વરિષ્ઠ નાગરિકો (Super Senior Citizens) ને ૭.૧૫ ટકા જેટલું બમ્પર વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.

૭ વર્ષની એફડી પર વ્યાજનું સંપૂર્ણ ગણિત (₹૧ લાખના રોકાણ પર)
જો કોઈ વ્યક્તિ SBI ની ૭ વર્ષની ખાસ એફડી સ્કીમમાં ૧ લાખ રૂપિયાની મૂડી રોકે છે, તો અલગ-અલગ વર્ગના નાગરિકોને મળવાપાત્ર વ્યાજ અને કુલ રકમનું માળખું નીચે મુજબ રહેશે:
સામાન્ય નાગરિકો (General Citizens): જો તમે સામાન્ય નાગરિક છો, તો ૭ વર્ષની એફડી પર તમને ૬.૦૫ ટકા લેખે વ્યાજ મળશે. આ કિસ્સામાં પાકતી મુદતે કુલ ₹૧,૫૨,૨4૬ મળશે, જેમાં ₹૫૨,૨૪૬ ફક્ત વ્યાજની કમાણી હશે.
વરિષ્ઠ નાગરિકો (૬૦ વર્ષથી વધુ ઉંમર): સિનિયર સિટીઝન્સને બેંક તરફથી ૭.૦૫ ટકા વ્યાજ મળે છે. ૧ લાખ રૂપિયાના રોકાણ સામે ૭ વર્ષ પછી તેમને કુલ ₹૧,૬૩,૧૦૧ પરત મળશે, જેમાં વ્યાજનો હિસ્સો ₹૬૩,૧૦૧ રહેશે.
અતિ વરિષ્ઠ નાગરિકો (૮૦ વર્ષથી વધુ ઉંમર): સુપર સિનિયર સિટીઝન્સને બેંક સૌથી વધુ ૭.૧૫ ટકા વ્યાજ આપી રહી છે. આ શ્રેણીના રોકાણકારોને ૭ વર્ષ પૂરા થતાં જ કુલ ₹૧,૬૪,૨૨૭ ખાતામાં મળશે, જેમાં રેકોર્ડબ્રેક ₹૬૪,૨૨૭ નું ફિક્સ વ્યાજ સામેલ હશે.
આમ, શેરબજારના જોખમોથી દૂર રહીને વ્યાજની ગેરંટીડ અને સુરક્ષિત કમાણી કરવા માટે એસબીઆઈની આ લાંબા ગાળાની એફડી યોજના મધ્યમ વર્ગ અને નિવૃત્ત લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે.
