Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે વરસતા વરસાદમાં ફિટનેસ ટ્રેનરને રીલ્સ બનાવવી પડી ભારે
    Gujarat

    કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે વરસતા વરસાદમાં ફિટનેસ ટ્રેનરને રીલ્સ બનાવવી પડી ભારે

    Shukhabar DeskBy Shukhabar DeskSeptember 20, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    છેલ્લા બે દિવસથી શહેરના અમીન માર્ગ રોડ પર એક ફિટનેસ ટ્રેનરની રીલ ઘણી જ વાયરલ થઇ રહી હતી.
    આ અંગેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયો મામલે રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે ફિટનેસ ટ્રેનર દીના પરમાર (ઉવ.૪૦) વિરુદ્ધ અંકિત નિમાવત નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

    સમગ્ર મામલે માલવિયા નગર પોલીસને આપેલી ફરિયાદમાં પોલીસ કોન્સ્ટેબલ અંકિત નિમાવતે જણાવ્યું છે કે, ગત ૧૮ તારીખના રોજ સવારના ૦૯ઃ૦૦ વાગ્યાના અરસામાં અમિન માર્ગ સાગર ટાવર ચોક પાસે એક બહેન જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતે જાહેર રોડ ઉપર યોગા કરતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં જાેવા મળ્યો હતો. જે અંતર્ગત વીડિયો વાયરલ કરનારની શોધખોળ કરતાં તેમનું નામ દીના પરમાર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સમગ્ર મામલે યોગા ક્લાસીસના વ્યવસાય સાથે સંકળાયેલી દીના પરમાર નામની મહિલા વિરુદ્ધ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે ipc ૨૮૩ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે.

    ત્યારે સમગ્ર મામલે ફિટનેસ ટ્રેનર દીના પરમાર નામની મહિલાનો ૧૬ સેકન્ડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેણીએ ટ્રાફિકને અડચણરૂપ થઈ તે પ્રકારનો યોગા કરતો વીડિયો બનાવ્યો હતો.તે બદલ તેણીએ માફી માંગી છે. તો સાથે જ પોતાના વીડિયોમાં તેણીએ જણાવ્યું છે કે, પોતે ટ્રાફિક નિયમનનું પાલન કરે છે. તો સાથે જ કોઈ પણ ટ્રાફિકના નિયમનનું પાલન કરવું જાેઈએ. ઉલ્લેખનીય છે કે, અગાઉ જામનગર પોલીસ દ્વારા બેડી બંદર રોડ ઉપર જાહેરમાં ગરબાના સ્ટેપ કરનારા ગરબા ક્લાસીસના સંચાલક તેમજ કોરીયોગ્રાફર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તેમના વિરુદ્ધ જામનગર સાઇબર ક્રાઇમ દ્વારા અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.