વિપક્ષી દળોનું ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા)ના તમામ પક્ષોએ મોટો ર્નિણય લેતાં કહ્યું કે હવે તેમના પ્રતિનિધિઓ દેશમાં સંચાલિત ૧૪ જેટલા ટેલિવિઝનના એન્કરના કાર્યક્રમોમાં ભાગ નહીં લે. જાેકે આ મામલે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન (એનબીડીએ)એ કહ્યું કે આ ર્નિણય ઘાતક મિસાઈલ સાબિત થશે. તે લોકતંત્રના મૂલ્યો વિરુદ્ધ છે.
જ્યારે આ મામલે સત્તાધારી ભાજપે વિપક્ષના ગઠબંધન સામે નિશાન તાકતાં તેમના આ ર્નિણયની તુલના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન દેશ પર લદાયેલી કટોકટી સાથે કરી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયાગઠબંધનની મીડિયા સંબંધિત સમિતિની બેઠકમાં આ ર્નિણય લેવાયો હતો. એક નિવેદન જાહેર કરીને જણાવાયું કે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ યોજાયેલી બેઠકમાં ઈન્ડિયાકોઓર્ડિનેશન કમિટી દ્વારા લેવાયેલા ર્નિણયો મુજબ વિપક્ષી ગઠબંધનના પક્ષો આ ૧૪ એન્કરના શો અને કાર્યક્રમમાં તેમના પ્રતિનિધિને નહીં મોકલે.
વિપક્ષી દળોના ગઠબંધનને આ ર્નિણય પાછો ખેંચી લેવાનો આગ્રહ કરતાં એનબીડીએએ કહ્યું કે ઈન્ડિયાની મીડિયા સમિતિના અમુક પત્રકારો / એન્કરોના શો અને કાર્યક્રમોમાં તેમના પ્રતિનિધિઓને નહીં મોકલવાના ર્નિણયથી તે વ્યથિત અને ચિંતિત છે. આ એક ખતરનાક ઉદાહરણ બનશે. કોંગ્રેસ મીડિયા વિભાગના પ્રમુખ અને ઈન્ડિયાની મીડિયા સમિતિના સભ્ય સભ્ય પવન ખેડાએ કહ્યું કે રોજ સાંજે પાંચ વાગ્યે અમુક ચેનલ પર નફરતની દુકાનો લગાવાતી હતી. અમે નફરતના બજારના ગ્રાહક નહીં બનીએ. અમારો ઉદ્દેશ્ય નફરત મુક્ત ભારતનો છે.