Apple Foldable iPhone: Apple લાવશે તેનો પહેલો ફોલ્ડેબલ iPhone: મોટું ડિસ્પ્લે, સુંદર ડિઝાઇન અને સ્માર્ટ ફીચર્સ સાથે
Apple Foldable iPhone: એપલ પોતાનો પહેલો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ફોલ્ડેબલ ડિસ્પ્લે કેટલો મોટો હશે, નવા કેમેરા સિસ્ટમ કેવા હશે અને કિંમત શું હશે? આવા બધા પ્રશ્નોના જવાબો અહીં વાંચો.
Apple Foldable iPhone: એપલએ સૅમસંગના ફોલ્ડેબલ માર્કેટને ટક્કર આપવાની મોટી઼ તૈયારી કરી છે. કંપની વર્ષ 2026માં તેનો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ કરી શકે છે. જો આવું થાય છે, તો આ iPhone X પછીનો સૌથી મોટો ડિઝાઇન બદલાવ ગણાશે. Aફોલ્ડેબલ ડિવાઇસ તરીકે આ iPhone એ૫લ માટે એક નવું યૂગ શરૂ કરી શકે છે.
એપલનો ફોલ્ડેબલ iPhone કેવો હશે?
રિપોર્ટ્સ અનુસાર, એપલનો ફોલ્ડેબલ iPhone બુક-સ્ટાઇલ ડિઝાઇનમાં આવશે, જે કંઈક Samsungના Galaxy Z Fold જેવી ડિઝાઇન ધરાવતો હશે. શક્યતા છે કે આ ફોલ્ડેબલ iPhoneમાં 7.8 ઇંચની ઇનર ફોલ્ડેબલ ડિસ્પ્લે અને 5.5 ઇંચની કવર સ્ક્રીન મળશે. જ્યારે ફોન ખુલ્લો હશે ત્યારે તેની જાડાઈ આશરે 4.5mm અને બંધ થતાં 9mm જેટલી હોઈ શકે છે. આવી ડિઝાઇન સાથે આ ફોન દુનિયાના સૌથી પાતળા ફોલ્ડેબલ ફોનમાં શામેલ થઈ શકે છે.
શું હશે નવા ફીચર્સ અને કિંમત?
Appleનો આ ફોલ્ડેબલ iPhone ઘણા નવા ફેરફારો સાથે આવી શકે છે. તેમાં Face IDની જગ્યાએ સાઇડ-માઉન્ટેડ Touch ID, નવું ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, Meta Lens સાથે ફ્રન્ટ કેમેરા અને Apple Pencil માટેનો સપોર્ટ આપવામાં આવી શકે છે. સાથે જ iOS 27 પણ આવી શકે છે, જેને ખાસ ફોલ્ડેબલ સ્ક્રીન માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે.
Apple આ ડિવાઈસને અલ્ટ્રા-પ્રીમિયમ કેટેગરીમાં લોન્ચ કરી શકે છે. અંદાજે તેની કિંમત ₹1.72 લાખ ($2000) સુધી હોઈ શકે છે. એટલે કે આ iPhone લોકો માટે એક લક્ઝરી ડિવાઈસ બની શકે છે.
ભારત અને ચીન હશે મુખ્ય માર્કેટ
રિપોર્ટ્સ મુજબ Apple પોતાના આ ફોલ્ડેબલ ફોન માટે શરૂઆતમાં ચીન જેવી માર્કેટ પર વધુ ફોકસ કરશે, જ્યાં ફોલ્ડેબલ સ્માર્ટફોનની માંગ ઝડપથી વધી રહી છે. ભારતમાં પણ Appleના પ્રીમિયમ યુઝર્સ માટે આ ડિવાઈસ ખૂબ જ એક્સાઇટમેન્ટ ભરેલું હોઈ શકે છે.
Apple શા માટે મોડું કરી રહ્યું છે લોન્ચમાં?
Apple હંમેશાં નવી ટેકનોલોજીને સંપૂર્ણ રીતે વિકસવા દે છે અને ત્યારબાદ જ પોતાનો પ્રોડક્ટ માર્કેટમાં લાવે છે. જ્યારે Samsung અને અન્ય Android કંપનીઓએ અત્યાર સુધીમાં અનેક ફોલ્ડેબલ ડિવાઇસ લોન્ચ કરી દીધા છે, ત્યારે Apple હજી સુધી હિન્જની મજબૂતી, સ્ક્રીનની કરચી (crease) દૂર કરવી અને ડિવાઇસની ટકાઉપણું વધારવું જેવા બાબતો પર ખાસ ધ્યાન આપી રહ્યું છે.
Samsungના રાજ પર ખતરો
Samsungના ફોલ્ડેબલ ફોન હાલમાં માર્કેટમાં ખુબ જ લોકપ્રિય રહ્યા છે. માત્ર 48 કલાકમાં 2 લાખથી વધુ યુનિટ્સની બુકિંગ થવી એ સાબિત કરે છે કે હવે ગ્રાહકોના વલણમાં ફેરફાર આવી રહ્યો છે અને તેઓ નોર્મલ સ્માર્ટફોનથી આગળ વધી રહ્યા છે.
એવામાં જો Apple 2026માં પોતાનું પહેલું ફોલ્ડેબલ iPhone લોન્ચ કરે છે, તો એ Samsungના તૈયાર ખેલમાં મોટી ખલેલ ઉભી કરી શકે છે.
Appleનું પરફેક્શન એ જ તેનો સ્ટ્રોંગ પોઇન્ટ છે
Appleનો ઇતિહાસ કહે છે કે તે કોઈ નવી ટેકનોલોજી મોડેથી અપનાવે છે, પરંતુ જ્યારે અપનાવે છે ત્યારે એ સૌથી શ્રેષ્ઠ અને પરફેક્ટ રુપમાં કરે છે.
એવા સમયે જ્યારે ફોલ્ડેબલ માર્કેટમાં Samsungની મજબૂત પકડ છે, Appleનું આવનારું ફોલ્ડેબલ iPhone તેને સીધી ટક્કર આપી શકે છે — અને કદાચ આગવું સ્થાન પણ હાંસલ કરી શકે છે.