MG M9 Electric Limousine: MG M9 નવી સ્ટાઇલ અને સુવિધાઓ સાથે ભારતમાં એન્ટ્રી
MG M9 Electric Limousine: MG ની આ નવીનતમ ઇલેક્ટ્રિક લિમોઝીન 10 ઓગસ્ટ, 2025 થી ડિલિવરી માટે ઉપલબ્ધ થશે. ચાલો આ કારની કિંમત અને સુવિધાઓ વિશે જાણીએ.
MG M9 Electric Limousine: એમજી મોટર ઇન્ડિયાએ પોતાની નવી ઇલેક્ટ્રિક પ્રેસિડેન્શિયલ લિમોઝિન MG M9ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ કાર ખાસ કરીને તેમના માટે છે, જેઓ લક્ઝરી અને એડવાન્સ ટેક્નોલોજીનો સંપૂર્ણ સંમેલન ઇચ્છે છે.
આ કારની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત ₹69.90 લાખ રાખવામાં આવી છે અને તે 10 ઓગસ્ટ 2025થી ડિલિવરી માટે ઉપલબ્ધ રહેશે. માર્કેટમાં આ કાર Kia Carnivalને તીવ્ર સ્પર્ધા આપી શકે છે. ચાલો હવે તેની ફીચર્સ, લુક અને રેન્જ પર એક નજર નાખીએ.
ડિઝાઇન અને એક્સટિરિયર કેવો છે?
MG M9 ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે – પર્લ લસ્ટર વ્હાઇટ, મેટલ બ્લેક અને કંક્રિટ ગ્રે. તેની ડિઝાઇનને આકર્ષક બનાવવા માટે બોલ્ડ ટ્રેપોઝોઇડલ મેશ ગ્રિલ, સ્પ્લિટ LED હેડલાઇટ્સ અને કનેક્ટેડ DRLs આપવામાં આવ્યા છે.
ગાડીના પાછળના ભાગમાં વોટરફોલ સ્ટાઇલની LED ટેઇલલાઇટ્સ તેનું લુક વધુ પ્રીમિયમ બનાવે છે. સાથે જ, 19-ઇંચના સેલ્ફ-સીલિંગ ટાયર્સ (ContiSeal ટેક્નોલોજી સાથે) અને હીટેડ ORVMs પણ આપેલા છે, જે પ્રેક્ટિકાલિટી અને કમ્ફર્ટ બંને વધારશે.
શાનદાર ઇન્ટીરિયર
MG M9 નું ઇન્ટીરિયર એટલું ભવ્ય છે કે તેમાં બેઠા પછી તમે પોતાને એક પ્રેસિડેન્શિયલ સેલૂન જેવો અનુભવ થાય છે. કારમાં 16-વે એડજસ્ટેબલ સીટ્સ આપવામાં આવી છે, જે 8 જુદા જુદા મસાજ મોડ્સ સાથે આવે છે. આ સીટ્સમાં હીટિંગ અને વેન્ટિલેશનની સુવિધા પણ છે, જે મુસાફરીને ખૂબ આરામદાયક બનાવી દે છે.
આ સીટ્સને ઇન્ટેલિજેન્ટ આર્મરેસ્ટ કંટ્રોલ દ્વારા ઑપરેટ કરી શકાય છે. સાથે જ, કારમાં 64 કલરવાળી એમ્બિયન્ટ લાઇટિંગ અને ડ્યુઅલ યોટ-સ્ટાઇલ સનરૂફ છે, જે અંદરના માહોલને વધુ આકર્ષક બનાવી આપે છે.
MG M9 માં 13 સ્પીકરવાળો પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ આપવામાં આવ્યો છે, જેમાં સબવૂફર અને એમ્પ્લીફાયર પણ શામેલ છે. સીટ્સ Cognac Brown કલરની પ્રીમિયમ લેધરથી બનાવાઈ છે, જે તેની લક્ઝરીને વધુ ઊંચાઈ આપે છે.
કારમાં 1720 લીટર જેટલો વિશાળ સ્ટોરેજ સ્પેસ અને 55 લીટરનો ફ્રન્ટ ટ્રંક (ફ્રંક) પણ આપવામાં આવ્યો છે.
પરફોર્મન્સ અને સેફ્ટી
પરફોર્મન્સની વાત કરીએ તો MG M9 માં 90 kWh ની એડવાન્સ NMC બેટરી આપવામાં આવી છે, જે સંપૂર્ણ ચાર્જિંગ પર 548 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેની ઇલેક્ટ્રિક મોટર 245 PS પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે. ફાસ્ટ ચાર્જિંગની મદદથી આ SUV માત્ર 30 મિનિટમાં 30% થી 80% સુધી ચાર્જ થઈ શકે છે.
MG M9 ને Euro NCAP અને ANCAP બંને તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલ છે. કારમાં 7 એરબેગ્સ, Level-2 ADAS, ડ્રાઇવર મોનિટરિંગ સિસ્ટમ, અને હાઈ-સ્ટ્રેન્થ સ્ટીલ બોડી જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જે આ કારને એક ઉત્તમ ફેમિલી કાર બનાવે છે.