Gautam Adani Speech: અદાણી ગ્રૂપ આરોગ્ય ક્ષેત્રે ઇનોવેશન અને સહયોગ માટે તૈયાર, કમરના દુખાવાની વધતી સમસ્યાની પણ કરી ચર્ચા
Gautam Adani Speech: મુંબઈ ખાતે યોજાઈ રહેલી MISS-AP 2025 (Minimally Invasive Spine Surgery Asia Pacific) ની પાંચમી વાર્ષિક પરિષદમાં ગૌતમ અદાણીએ તીવ્ર અને ભાવસભર સંબોધન કર્યું. અદાણી ગ્રૂપના ચેરમેન તરીકે તેમણે આરોગ્ય ક્ષેત્રમાં વધતી પડકારો, ખાસ કરીને કમરના નીચેના ભાગમાં દુખાવાની વધતી સમસ્યા તરફ ધ્યાન ખેંચ્યું અને આરોગ્ય માળખાને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
“ડોક્ટરો આશા છે” – માનવતાનું મહત્વ
ગૌતમ અદાણીએ પોતાના સંબોધનમાં ડોક્ટરોને કેવળ સર્જન નથી પરંતુ દર્દીઓ માટે આશાનું પ્રતિક ગણાવ્યા. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે તેમની પ્રિય ફિલ્મ “મુન્નાભાઈ MBBS” છે, જે માત્ર મનોરંજન માટે નહીં, પણ તેમાં માનવતાનો મહત્વનો સંદેશ છુપાયેલો છે.
તેમણે ઉમેર્યું, “દર્દી માટે જાદુની ઝાપટો હોય કે સર્જિકલ સ્કેલ્પલ – બંનેના પાયામાં માનવતા હોવી જોઈએ.“
આરોગ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે ઇનોવેશન માટે સહયોગ
અદાણીએ SMISS-APના મંચ પરથી સ્પષ્ટ કહ્યું કે અદાણી ગ્રૂપ આરોગ્ય ક્ષેત્રે નવીનતા લાવવા અને ડોક્ટરો સાથે સહયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ડોક્ટરોને સંબોધતા કહ્યું કે “અમે તમારી સાથે કામ કરવા તૈયાર છીએ.“
તેમણે સ્વીકાર્યું કે ભારતમાં લોઅર બેક પેઇન (Lower Back Pain)ના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જે આરોગ્ય ક્ષેત્ર માટે મોટી ચિંતા છે.
ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વ વિશે દૃષ્ટિકોણ
ગૌતમ અદાણીએ પોતાની ઉદ્યોગસાહસિક યાત્રા વિશે સંક્ષિપ્તમાં વાત કરી. તેમણે જણાવ્યું કે “સાચો ઉદ્યોગસાહસી તો ત્યારે બને જ્યારે અનિશ્ચિતતાથી ડરવાની જગ્યાએ તે સાથે ચાલવાનું મન બનાવે.“
તેમણે સંગઠનના નેતૃત્વ અને સુગમતા વચ્ચે તુલના કરતા કહ્યું કે “જેમ કરોડરજ્જુ શરીરના ફંક્શન માટે જરૂરી છે, તેમ સંગઠનને મજબૂત અને લવચીક રાખવું નેતૃત્વ માટે મહત્વનું છે.“
વૈશ્વિક સ્તરે તબીબી વૈજ્ઞાનિકોનો સંગમ
MISS-AP 2025 પરિષદ 10થી 13 જુલાઈ સુધી ચાલી રહી છે, જેમાં વિશ્વભરના સ્પાઇન સર્જરી નિષ્ણાતો, ન્યુરોસર્જન્સ, ઉદ્યોગપતિઓ અને ટેક્નોલોજી ઇનોવેટર્સ સામેલ થઈ રહ્યા છે.
આ પરિષદમાં મિનિમલી ઇન્વેસિવ સ્પાઇન સર્જરી ટેકનિક્સ, આરોગ્ય ટેક્નોલોજી અને ભવિષ્યના નવિન પ્રયાસો અંગે ચર્ચા થઈ રહી છે.
ગૌતમ અદાણીનું સંબોધન માત્ર ઉદ્યોગસાહસિકતાની વાત ન હતી, પણ આશા, માનવતા અને સહયોગની ભાવના સાથે આરોગ્ય ક્ષેત્રને બદલી નાખવાની દિશામાં ઊંડો સંદેશ હતો.