Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ગુજરાત યુનિવર્સિટીના માનહાની કેસમાં કેજરી એક્શનમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેજરીવાલ સુપ્રીમમાં
    India

    ગુજરાત યુનિવર્સિટીના માનહાની કેસમાં કેજરી એક્શનમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેજરીવાલ સુપ્રીમમાં

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 25, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે.
    રીવિઝન અરજી પર ર્નિણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં કેજરીવાલની હાજર થવા માટેના સમન્સને પડકારતી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કેજરીવાલ અને સંજય સિંહને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ ઇશ્યુ થયુ હતું. ત્યાર બાદ પણ તેઓ હાજર નહોતા રહ્યાં પરંતુ હવે કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં છે. સુપ્રીમ કોર્ટની ડબલ બેંચ આજે આ કેસમાં સુનાવણી હાથ ધરશે.

    કોર્ટે કેજરીવાલની સ્ટે માટેની અરજીની સુનાવણી દરમિયાન સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો. હવે નીચલી કોર્ટમાં કેજરીવાલે હાજર રહેવું પડે એમ હતું પરંતુ તેઓ હાજર રહ્યાં નહોતા. સુનાવણી વખતે કોર્ટે કહ્યું હતું કે, તમે જ કોર્ટને બાહેંધરી આપી હતી કે હાજર રહેશો. કોર્ટ બોલાવે ત્યારે તમારે હાજર રહેવું જાેઈએ. જ્યારે કેજરીવાલના વકીલે કહ્યું હતું કે, અગાઉ દિલ્લીમાં પૂરની સ્થિતિ હતી માટે હાજર રહી શક્યા ન હતા. જેની સામે હાઇકોર્ટે કહ્યું કે, હવે તો દિલ્હીમાં સ્થિતિ સામાન્ય છે. અરવિંદ કેજરીવાલના વકીલે અલગ-અલગ કોર્ટના ચુકાદા અને કેસો ટાંકતા હાઈકોર્ટે ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે કોર્ટને મૂંઝવવા જાેરદાર પ્રયાસો કરી રહ્યાં છો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      તમિળનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની મોટી જાહેરાત: ધારાસભ્યોને સરકારી વાહન અને આરોગ્ય વીમા મર્યાદા વધીને ₹25 લાખ

      August 19, 2026

      સોનિયા ગાંધીનું નવું પુસ્તક ‘Belonging’: અંગત જીવનથી લઈને રાજકીય સફર સુધીની અણકહી વાતો

      August 19, 2026

      જંતર-મંતર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર

      August 18, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.