Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»પોલીસ પુત્ર હોવાનું કહી રોફ જમાવ્યો ગાંધીનગરમાં નબીરાએ મહિલાને કચડી નાખી
    Gujarat

    પોલીસ પુત્ર હોવાનું કહી રોફ જમાવ્યો ગાંધીનગરમાં નબીરાએ મહિલાને કચડી નાખી

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 22, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક નબીરાએ બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત કર્યો છે. અમદાવાદમાં બનેલી તથ્ય વાળી ઘટનાની હજી શ્યાહી સુકાઈ નથી પરંતુ અકસ્માતની ઘટના પર કોઈ રોક લાગતો નથી. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે બેફામ ગાડી ચલાવી મહિલાને કચડી નાખી હતી. ‘પોલીસનો છોકરો છુ,’ તેમ કહી રોફ જમાવનારા નબીરા પર લોકો રોષે ભરાયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. ગાંધીનગરમાં નબીરાએ સર્જેલા અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. બેફામ ગાડી ચલાવી મહિલાને કચડી રોફ જમાવવા જતાં લોકોમાં ગુસ્સો જાેવા મળ્યો હતો.

    ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. નબીરાએ ટોળા પર પોલીસ પુત્ર હોવાનું કહી રોફ જમાવવા પ્રયાસ પણ કર્યો હતો. ઘટનાને સ્થળે આવી પહોંચેલી પોલીસે ટોળું વિખેરવા પ્રયાસ કર્યો હતો અને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. રાજકોટ શહેરમાં એક જ દિવસમાં અકસ્માતના ત્રણ જેટલા બનાવો સામે આવ્યા છે. રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માધાપર ઓવર બ્રિજ પાસે આઈકર વિભાગની પ્રાઇવેટ કારના ચાલક દ્વારા ત્રણ જેટલા વાહનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એક્સેસ ટુ વ્હીલર, આઇ ૨૦ કાર તેમજ સીટી બસમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કારની સ્પીડ ૧૨૦થી ઉપર હતી તેમજ કારચાલકે નશો કર્યો હતો. સમગ્ર બનાવવામાં કારચાલકને ઈજા થઈ હોવાથી તેને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.