Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Business»Tea Export: શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ
    Business

    Tea Export: શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ

    SatyadayBy SatyadayMarch 29, 2025Updated:March 29, 2025No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    Tea Export

    ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે. ભારતીય ચા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ ભારતે ૨૦૨૪માં ૨૫.૫ કરોડ કિલો ચાની નિકાસ કરી હતી. જોકે વિશ્વના ટોચના નિકાસકારોમાં કેન્યાએ તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે અને ભારતનો હિસ્સો કુલ વૈશ્વિક નિકાસમાં ૧૦ ટકા આસપાસ રહ્યો છે.

    ૨૦૨૪માં ભારતની ચાની નિકાસ ૨૫.૫ કરોડ કિલોગ્રામ સુધી પહોંચી છે, જે છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે. ૨૦૨૩ની ૨૩.૧૭ કરોડ કિગ્રાની સરખામણીએ ગત વર્ષે નિકાસ ૧૦ ટકા વધી છે.

    ૨૦૨૪માં ચાની નિકાસમાંથી ભારતને રૂ. ૭૧૧૧ કરોડની આવક થઈ છે, જે ૨૦૨૩માં રૂ. ૬૧૬૧ કરોડ હતી. આ વૃદ્ધિનું એક મુખ્ય કારણ ઇરાક જેવા દેશોમાં ચાની નિકાસમાં મોટો વધારો હતો, જે ભારતની ચાની નિકાસમાં ૨૦ ટકા હિસ્સો ધરાવે છે.

    ઇરાક સહિત યુએઈ, ઈરાન, રશિયા, યુએસએ અને યુકે સહિતના ટોચના બજારો સાથે ભારત હવે ૨૫થી વધુ દેશોમાં ચાની નિકાસ કરે છે.

    ભારતની આસામ, દાર્જિલિંગ અને નીલગિરી ચાને વિશ્વની શ્રેષ્ઠ ચામાં ગણવામાં આવે છે. મોટાભાગની ભારતીય ચા ‘બ્લેક ટી’ તરીકે નિકાસ કરવામાં આવે છે જે કુલ નિકાસના લગભગ ૯૬ ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત ગ્રીન ટી, હર્બલ ટી, મસાલા ટી અને લેમન ટી પણ નિકાસ થાય છે.

    Tea Export
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Satyaday
    • Website

    Related Posts

    રિટાયરમેન્ટ કે નોકરી છોડ્યા પછી EPF પર વ્યાજ: જાણો અગત્યના નિયમો અને ખાતું ક્યારે થશે ઇનએક્ટિવ

    August 22, 2026

    SBI vs PNB FD: 2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર કઈ સરકારી બેંક આપી રહી છે સૌથી વધુ વ્યાજ?

    August 22, 2026

    આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે મોટા સમાચાર: 1 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશન પ્રક્રિયામાં થશે મહત્વપૂર્ણ ફેરફાર

    August 22, 2026
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.