લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણુંક કરવામાં આવી છે.લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે. આગામી ૨૦૨૪ની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકેની નિમણૂંક કરવામાં આવી છે.
આજે કોંગ્રેસ દ્વારા ગુજરાતનાં કોંગ્રેસનાં પ્રભારી તરીકે મુકુલ વાસનિકને કમાન સોંપવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાત કોંગ્રેસના પ્રભારી બન્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહાસચિવ નિયુક્ત કરાઈ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, રઘુ શર્માના રાજીનામા બાદ પ્રભારીનું પદ ખાલી પડ્યું હતુ. મુકુલ વાસનિક અગાઉ પણ પ્રભારી રહી ચુક્યા છે.