Job 2025
Job 2025: ઓડિશા સ્ટાફ સિલેક્શન કમિશન (OSSC) દ્વારા 2024માં લીવ ટ્રેનિંગ રિઝર્વ (LTR) પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, અને આજે, 5 ફેબ્રુઆરી 2025, રજીસ્ટ્રેશન વિન્ડો બંધ થવાની છે. 6 જાન્યુઆરી 2025થી શરૂ થયેલી આ ભરતી માટે આજે નવી અરજીની છેલ્લી તારીખ છે, જ્યારે પહેલાથી રજીસ્ટર થયેલા ઉમેદવારો 8 ફેબ્રુઆરી 2025 સુધીમાં ફોર્મ પૂર્ણ કરી શકે છે.
આ ભરતી 7000થી વધુ ખાલી જગ્યાઓ માટે કરવામાં આવી રહી છે, જે સરકારી વિભાગોમાં વિવિધ કામગીરી માટે રહેશે. જેઓ હજુ સુધી અરજી કરી નથી, તેઓ આજે જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લે, કેમ કે લાસ્ટ ડેટ નજીક છે.
OSSC LTR 2024 માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોને જરૂરી પાત્રતા માપદંડ પૂર્ણ કરવા જરૂરી છે. પ્રાથમિક પરીક્ષા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ સામેલ હોઈ શકે છે. પરીક્ષા માર્ચ 2025ના પહેલા બે અઠવાડિયા અથવા એપ્રિલ 2025ના પહેલા બે અઠવાડિયામાં યોજાવાની સંભાવના છે.