Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»એક શખસે ટિકિટ બુક કરીને સોશિયલ મીડિયા પર મૂકી સીમા હૈદરની પાકિસ્તાન જવાની ટિકિટ કપાઈ ગઈ ?
    India

    એક શખસે ટિકિટ બુક કરીને સોશિયલ મીડિયા પર મૂકી સીમા હૈદરની પાકિસ્તાન જવાની ટિકિટ કપાઈ ગઈ ?

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રેમ ખાતર સરહદ પાર કરીને ભારત આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં છે. એકદમ ફિલ્મ જેવી સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન તેમને નોકરીને ઓફર અને તેમની પ્રેમ કહાનીને ફિલ્મી પડદે બતાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મ માટે ઓડિશન પણ શરુ થઈ ગયા છે. ત્યારે સૂત્રો દ્વારા હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, સીમા હૈદરની પાકિસ્તાન જવાની ટિકિટ કપાઈ ગઈ છે. એટલે કે ટૂંક સમયમાં સીમા હૈદરને પાકિસ્તાન પરત જવાનો વારો આવી શકે છે. જાે કે, આ વાતનો ખુલાસો પણ ટૂંક સમયમાં થઈ જશે. સીમા હૈદર અને સચિન પર ફિલ્મ બનાવવાની જાહેરાત થયા બાદ લોકોએ પોતાનો ગુસ્સો ઠાલવવાનું શરુ કરી દીધું છે. વાત એવી છે કે, સીમા તેના ચાર બાળકો સાથે ભારતમાં ગેરકાયદે દાખલ થઈ છે.

    આ સ્થિતિમાં તેમના પર ફિલ્મ બનાવવાની જાહેરાતે આગમાં ઘી હોમવાનું કામ કર્યુ છે. એ પછી અભિષેક સોમ નામના એક શખસે આનો વિરોધ કરતા સીમા હૈદર અને તેના પર ફિલ્મ બનાવવા જઈ રહેલાં અમિત જાનીની પાકિસ્તાનની ટિકિટ કપાવી છે. અભિષેકે આ બંનેની પાકિસ્તાનની ટિકિટ કરાવી છે અને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે. અભિષેક સોમ નામનો આ ટિ્‌વટર યૂઝર સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી પર બનવા જઈ રહેલી ફિલ્મનો ખૂબ જ વિરોધ કરી રહ્યો છે. નોઈડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ છે. તોઆ ટિ્‌વટર યૂઝરે સીમા હૈદર પર ફિલ્મ બનાવા જઈ રહેલાં અમિત જાની પર આરોપ લગાવ્યો છે કે, તે દેશમાં હિંસા ફેલાવવા માગે છે અને એટલા માટે સીમા હૈદરને પાકિસ્તાન પરત મોકલી દેવામાં આવે. મહત્વનું છે કે, જાની ફાયરફોક્સ પ્રોડક્શન હાઉસ દ્વારા સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે.

    આ ફિલ્મના ઓડિશનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં સીમા હૈદરની ભૂમિકા માટે એક્ટ્રેસ અને મોડલ્સનું ઓડિશન લેવામાં આવી રહ્યું છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે, પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર પર ફિલ્મ બનાવવાની જાહેરાત કર્યા બાદ પ્રો઼ડ્યુસર અમિત જાનીને જાનથી મારી નાખવની ધમકીઓ પણ મળી હતી. જે બાદ અમિત જાનીએ નોઈડા અને મેરઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. તેઓએ આરોપ લગાવ્યો હતો કે, મોનુ માનેસરે વોટ્‌સએપ કોલ દ્વારા તેમના પર હુમલો કરવાની ધમકી આપી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    Electricity Futures: બજારમાં નક્કી થશે વીજળીના ભાવ! NSE 11 જુલાઈથી લાવશે ‘ઈલેક્ટ્રિસિટી ફ્યુચર્સ’, જાણો કેવી રીતે થશે ફાયદો

    June 28, 2025

    Shubhanshu Shukla ISS Mission: શુભાંશુ શુક્લાનો અંતરિક્ષ પ્રવાસ: ISS પહોંચવાનું ટાઈમ, મિશનની અવધિ અને સફળતાની ખાસ વાતો

    June 25, 2025

    DGCA Action on Air India: એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના બાદ DGCA નું કડક પગલું

    June 21, 2025
    Facebook X (Twitter) Instagram Pinterest
    • Gujarati News
    © 2025 ShuKhabar. Designed by : ePaper Solution

    Type above and press Enter to search. Press Esc to cancel.