Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઉત્તરાખંડના ચમોલીનીઆઘાતજનક ઘટના ચમોલીમાં ટ્રાન્સફોર્મર ફાટતાં વીજકરંટથી ૧૫ જણાનાં મોત
    India

    ઉત્તરાખંડના ચમોલીનીઆઘાતજનક ઘટના ચમોલીમાં ટ્રાન્સફોર્મર ફાટતાં વીજકરંટથી ૧૫ જણાનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 20, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તરાખંડના ચમોલીથી એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. અહીં નમામિ ગંગે પ્રોજેક્ટ દરમિયાન ટ્રાન્સફોર્મર ફાટવાથી વીજકરંટ લાગવાની ઘટના બની હતી. જેમાં ૧૫ લોકોના મોત સાથે ૭થી વધુ લોકો દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર નમામિ ગંગેના સીવર ટ્રીટમેન્ટ પ્લાન્ટની નજીક કરંટ ફેલાઈ ગયો હતો. આ મામલે ચમોલીના એસપીએ ૧૫ જેટલાં લોકોના મૃત્યુ થયાની પુષ્ટી પણ કરી હતી. એવી માહિતી મળી હતી કે ટ્રાન્સફોર્મર ફાટવાને લીધે કરંટ ફેલાયો હતો.

    આ મામલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા. ઉત્તરાખંડમાં હાલમાં અનેક સ્થળે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. ૨૦થી વધુ લોકો આ કરંટની લપેટમાં આવતા અફરા તફરી મચી ગઈ હતી. લોકોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કર્મીઓ સાથે મળીને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. માહિતી અનુસાર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરનારા યુવકનું રાતે મોત નીપજ્યું હતું. સવારે પોલીસ કાર્યવાહી માટે પહોંચી હતી. આ દરમિયાન મૃતકના સ્વજનો સહિત અન્ય લોકોની ભીડ એકઠી થઈ હતી. તે સમયે જ કરંટ ફેલાતા હાજર લોકો તેની લપેટમાં આવી ગયા હતા. મૃતકોમાં એક પોલીસકર્મી સબ ઈન્સપેક્ટર અને ૩ હોમગાર્ડના જવાનો પણ સામેલ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      સંસદમાં સીમાંકન મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ, જયરામ રમેશે ભાજપને પૂછ્યા ત્રણ સવાલ

      October 20, 2026

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026

      મતદાર યાદીમાં મોટો ફેરફાર! ગુજરાત સહિત 17 રાજ્યોમાં ચૂંટણી પંચની નવી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

      October 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.