દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ ભવિષ્યની વસ્તુઓ કહેવાનો દાવો કરે છે. કેટલાક લોકો એવા છે જેઓ પોતે દાવો કરે છે કે તેઓ સેંકડો વર્ષ આગળની દુનિયાને જાેયા પછી પાછા ફર્યા છે અને ભવિષ્યમાં બનવાની તમામ મહત્વપૂર્ણ બાબતોની આગાહી કરવાનું શરૂ કરે છે. આવા ઘણા લોકો હવે સોશિયલ મીડિયા પર તેમના વીડિયો પણ મૂકે છે. કેટલાક લોકો ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા વ્યક્તિને જાેઈને તેના જીવનમાં આવનારી ઘટનાઓનું વર્ણન કરવાનું શરૂ કરે છે. જાે કે, તમે બાબા વેન્ગા અને નોસ્ટ્રાડેમસ વિશે તો સાંભળ્યું જ હશે, જેમની વર્ષો પહેલા કરેલી ભવિષ્યવાણી આપણા જીવનમાં ઘણી વખત સાચી સાબિત થાય છે. જાેકે જેમ આ સમયે ઘણા લોકો કરે છે તેમ તેમણે ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કર્યો ન હતો. હવે આવા જ એક સમયના પ્રવાસીએ ૬૪૭ વર્ષ આગળની દુનિયા જાેઈને પરત ફર્યા હોવાનો દાવો કર્યો છે. હવે તે કહે છે કે ૬ મહિના પછી માણસને એવા સારા સમાચાર મળવાના છે, જેની સદીઓથી રાહ જાેવાઈ રહી હતી. ઈર્હ છઙ્મટ્ઠિૈષ્ઠ નામના એક સોશિયલ મીડિયા યુઝરે @theradianttimªraveller નામથી પોતાનું એકાઉન્ટ બનાવ્યું છે અને તેના ૨૬ હજારથી વધુ ફોલોઅર્સ છે. તેણે પોતાના એક વીડિયોમાં દાવો કર્યો છે કે તે ૨૬૭૧ નાં વર્ષથી આવ્યો છે.
તેમણે કહ્યું છે કે ૧૩ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ વિજ્ઞાનને અમરત્વનો સ્ફટિક મળશે. જે તેને સ્પર્શ કરશે, તે જીવનમાં અમર થઈ જશે. જાે કે, તેને સ્પર્શ કર્યા પછી, બધી લાગણીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જશે. તેણે ક્રિસ્ટલની તસવીર પણ શેર કરી છે. ઘણા લોકોએ તેના દાવાને ફગાવી દીધો, પરંતુ તેને માનનારા કેટલાક લોકો કહે છે કે આવું ન થવું જાેઈએ. મનુષ્ય અમર ન થઈ શકે. નવાઈની વાત એ છે કે વ્યક્તિએ તારીખો સાથે પોતાની ભવિષ્યવાણી જણાવી છે. તેમનું કહેવું છે કે ૨ એપ્રિલ ૨૦૨૪ના રોજ ૯.૮ની તીવ્રતાનો ભૂકંપ આવશે અને ૭૫૦ ફૂટની સુનામી ઉછળશે. આનાથી કેલિફોર્નિયાના દરિયાકિનારાનો મોટો ભાગ બરબાદ થઈ જશે. એટલું જ નહીં, ૨૨ મે, ૨૦૨૪ના રોજ એક લિક્વિડ બનાવવામાં આવશે, જેને સ્પર્શ કરવાથી તેમાં પડતો પડછાયો જીવંત થઈ જશે. વૈજ્ઞાનિકો તેનું આખું તળાવ બનાવશે, જેથી વધુ ટેસ્ટ કરી શકાય. તેને ધ ગ્રેટ મિરર લેક કહેવામાં આવશે. આવી અજીબોગરીબ આગાહીઓ બાદ મોટાભાગના લોકો આ વ્યક્તિને પૂછી રહ્યા છે કે તેના કેટલા દાવા સાચા પડ્યા છે.