Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»અમદાવાદ સિવિલમાં ૯૦ કેસ નોંધાયા સુરત બાદ અમદાવાદમાં પણ આંખના વાયરસની બીમારી વકરી
    Gujarat

    અમદાવાદ સિવિલમાં ૯૦ કેસ નોંધાયા સુરત બાદ અમદાવાદમાં પણ આંખના વાયરસની બીમારી વકરી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 18, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સુરત બાદ હવે અમદાવાદમાં પણ આંખો સંબંધિત ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ના કેસો નોંધાયા છે. આંખોમાં જાેવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કનઝંક્ટીવાઈટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
    સોમવારે એટલે કે ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આંખો આવવાના ૯૦ કેસ નોંધાયા છે. ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ને લઈ આંખના સર્જન ડૉ.સ્વાતિ રવાનીએ જણાવ્યું કે, આ વયારસના લક્ષણોની વાત કરવામાં આવે તો આંખ લાલ થઈ જવી, આંખમાંથી પાણી પડવું, ખંજવાળ આવવી તેના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. એકબીજા સાથે હાથ ન મિલાવવો, ટોળામાં ન ફરવુ તેમણે વધુમાં કહ્યું કે, ડૉક્ટરને બતાવીને પછી જ દવા લેવી. વધુમાં ઉમેર્યું કે, આ તકલીફ પાંચથી સાત દિવસમાં જાતે જ ઓછી થઈ જાય છે.

    ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેમ કે, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર, એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા-આવવાનું ટાળવું જાેઈએ. આંખોમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વિના વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.

    વધુમાં પરીવારના કોઈ સભ્યને કનઝંક્ટીવાઈટીસની અસર થઈ હોય તો તેને પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજાે અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો. વાઇરલ કનઝંક્ટીવાઈટીસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી પણ તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી અને ડોક્ટરની સૂચના મુજબ સમયાન્તરે હોસ્પિટલમાં તપાસ કરાવતા રહેવું. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જાેઈએ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

      October 18, 2026

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.