Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»પ્રેમી સચિન પણ તેની સાથે ગાયબ થયો છે પ્રેમી ખાતર પાક.થી ભારત આવેલી સીમા હૈદર લાપતા
    India

    પ્રેમી સચિન પણ તેની સાથે ગાયબ થયો છે પ્રેમી ખાતર પાક.થી ભારત આવેલી સીમા હૈદર લાપતા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    પ્રેમી સચિન ખાતર પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હાલ લાપતા થઈ ગઈ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, સીમાની સાથો સાથ તેનો પ્રેમી સચિન પણ છેલ્લાં ચોવીસ કલાકથી ગાયબ છે. બંને એકસાથે ગાયબ થતા કેટલાંક સવાલો ઉઠી રહ્યાં છે. છેલ્લાં ચોવીસ કલાકથી તેમનો કોઈ પતો નથી. તેઓ તેમના ઘરે પણ નથી. પોતાના ચાર બાળકો સાથે ઘર છોડીને આવેલી સીમા પર કેટલાંક સવાલો થઈ રહ્યા છે. આ બધામાં એક સવાલ સૌથી વધુ થઈ રહ્યો છે અને એ છે કે શું સીમા પાકિસ્તાનની કોઈ જાસૂસ તો નથી ને. આ આશંકામાં દેશના અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા છે અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. જાે કે, હજુ સુધી એવી કોઈ પણ જાણકારી સામે નથી આવી કે એનાથી સાબિત થઈ શકે છે સીમા જાસૂસ છે.

    નોઈડામાં રહેતા સચિન સાથે પ્રેમ થયા બાદ સીમા અનેક દિવસો સુધી તેની સાથે ઓનલાઈન જ વાત કરતી હતી. એ પછી તેણે ભારત આવીને સચિન સાથે લગ્ન કરવાનો ર્નિણય લીધો હતો. નેપાળના રસ્તે સીમા હૈદર ભારત પહોંચી હતી અને પછી સચિન સાથે લગ્ન પણ કરી લીધા હતા. આ દરમિયાન એવી પણ વાત સામે આવી કે, સચિનને પામવા અને ભારત આવતા પહેલાં તેણે પાકિસ્તાનમાં રહેતી તેની પ્રોપર્ટી પણ વેચી દીધી હતી.

    હાલ દેશમાં સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા છે કે, અનેક કલાકોથી બંને લાપતા છે. બંને હાલ ક્યાં છે અને કેવી સ્થિતિમાં એની કોઈ જાણકારી પણ મળી રહી નથી. સીમાની સાથે તેનો પ્રેમી અને હાલ પતિ એવો સચિન પણ ગાયબ છે. સીમા હૈદરને લઈ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જે યુવતી છે તે પોતાને સીમાની બહેનપણી ગણાવી રહી છે. તેનો દાવો છે કે  …

    , તે તેની નાનપણની બહેનપણી છે. સીમાની આ કથિત બહેનપણીએ ચોંકાવનારા દાવા કર્યા છે કે, તે તેને નાનપણથી ઓળખે છે અને તે ફ્રોડ છે. એટલું જ નહીં સીમાની આ બહેનપણીએ સચિને પણ ચેતવણી આપી છે. યુવતીએ પાકિસ્તાનની સીમા પર કટેલાંક ગંભીર આરોપો પણ લગાવ્યા છે. તેણે સીમાની પસંદ અને નાપસંદ વિશે પણ વાત કરી છે. તેણે એવું પણ કહ્યું હતું કે, સીમાને ક્રિકેટ ખૂબ જ ગમે છે, એટલા માટે તે વર્લ્ડ કપ જાેવા ભારત આવી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      અમિત શાહનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર! SIR અને વોટ ચોરીના આરોપો વચ્ચે કહ્યું, ‘આગામી 30 વર્ષ સુધી ભાજપની સરકાર રહેશે’

      October 22, 2026

      SBIમાં AI અને ટેક્નોલોજીના નિષ્ણાતો માટે ભરતી! જાણો લાયકાત, વયમર્યાદા અને અરજી કરવાની રીત

      October 21, 2026

      રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત, વિયેતનામ પ્રવાસના દાવા વચ્ચે રાજકીય ગરમાવો

      October 21, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.