Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીને લઈને ભાજપમાં તડામાર તૈયારી મોદી કેબિનેટના તાજા વિસ્તરણમાં યુપીને પ્રાધન્યની શક્યતા
    India

    લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીને લઈને ભાજપમાં તડામાર તૈયારી મોદી કેબિનેટના તાજા વિસ્તરણમાં યુપીને પ્રાધન્યની શક્યતા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 4, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    લોકસભા ઈલેક્શન ૨૦૨૪ને લઈને ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ જાેરશોરમાં ચાલી રહી છે. સોમવારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રિપરિષદની બેઠક મળી હતી. જેમા આગામી ચૂંટણીને લઈને આગળની રાજનીતિ પર ચર્ચા થઈ. તો આ બાજુ કેન્દ્રીય મંત્રિમંડળના વિસ્તરણને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બીજેપીની નજર યુપી પર મંડાયેલી છે. એક માહિતી પ્રમાણે એવુ માનવામાં આવે છે કે જાે મોદી કેબિનેટમાં વિસ્તરણ થશે તો યુપીને પ્રાધાન્ય આપવામાં આવશે. એટલે કેન્દ્રમાં યુપી ક્વોટામાં ફેરફાર થાય તેવી દેખાઈ રહ્યું છે.

    લોકસભા ચૂંટણીને જાેતા કેન્દ્રીય મંત્રિમંડળના વિસ્તરણને ખૂબ જરુરી માનવામાં આવે છે. મોદી મંત્રિમંડળમાં હાલમાં તો વિસ્તરણની કોઈ જરુર લાગતી નથી પરંતુ આવામાં કેટલાક મંત્રીઓને બહાર કાઢી નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના જાેવા મળી રહી છે. યુપી કવોટામાંથી જાે મંત્રીઓની છટણી કરવામાં આવે તો ફરી બીજેપી દલિત, ઓબીસી અને બ્રાહ્મણના ચહેરા પર દાવ લાગી શકે છે. અને તેમા વર્તમાન મંત્રીઓના માથે લટકતી તલવાર ખતરો બની શકે છે.

    ઉત્તર પ્રદેશમાંથી મહેન્દ્ર નાથ પાંડેય, અજય મિશ્રા ટેની સહિત ૪ મંત્રીઓની ખુરશી પર લટકતી તલવાર દેખાઈ રહી છે. પાંડેયનો વિભાગ ભારે ઉદ્યોગ પર શિવસેનાનો દાવો રહ્યો છે. યુપી ક્વોટામાં સંજીવ બાલિયાનનું કદ વધારી શકાય તેવી શક્યતા છે. પાંડેય અને ટેનીનું પત્તુ કપાઈ શકે છે. તો તેમની જગ્યા પર બ્રાહ્મણોને સ્થાનમ આપવામાં આવે તેવી શક્યતા છે જેમા લક્ષ્મીકાંત બાજપેયી અથવા હરીશ દ્રિવેદીને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. બાજપેયી અને દ્રિવેદી બન્ને અત્યારે રાષ્ટ્રીય સંગઠનમાં કાર્યરત છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      તમિળનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની મોટી જાહેરાત: ધારાસભ્યોને સરકારી વાહન અને આરોગ્ય વીમા મર્યાદા વધીને ₹25 લાખ

      August 19, 2026

      સોનિયા ગાંધીનું નવું પુસ્તક ‘Belonging’: અંગત જીવનથી લઈને રાજકીય સફર સુધીની અણકહી વાતો

      August 19, 2026

      જંતર-મંતર લાઠીચાર્જ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો સરકાર પર આકરો પ્રહાર

      August 18, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.