Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»અજિત પવારે બળવો કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો એનસીપીએ અજિત પવાર અને ૮ બળવાખોર MLA ને બરતરફ કર્યા
    India

    અજિત પવારે બળવો કર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો એનસીપીએ અજિત પવાર અને ૮ બળવાખોર MLA ને બરતરફ કર્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 3, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના સાામે બળવો કરીને એકનાથ શિંદેએ સરકાર બનાવ્યાના એક વર્ષમાં ફરી વધુ એક વાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવો કરીને અજિત પવારે શિંદે-ફડણવીસને ટેકો આપીને નાયબ મુખ્ય પ્રધાનપદ લીધા પછી આજે શરદ પવારની આગેવાની હેઠળ એનસીપીએ ટેકો આપનારા તમામ નેતાને બરતરફ કરવાનો ર્નિણય લીધો છે.
    મહારાષ્ટ્ર પ્રદેશના પ્રમુખ જયંત પાટીલે કહ્યું હતું કે બરતરફ થયેલા નેતાને પાર્ટીના ચિહનનો ઉપયોગ કરવા મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જયંત પાટીલના આ ર્નિણયને પાર્ટીના પ્રમુખ શરદ પવારનું સમર્થન મળ્યું છે. શરદ પવારે કહ્યું હતું કે તેમના ર્નિણયને મારું સમર્થન છે.

    અમે નવું સંગઠન બનાવીશું. કોણ ગયું અને કોના માટે ગયા એની અમે ચિંતા કરતા નથી, કારણ કે હવે એકબે ત્રણ વાર થઈ ચૂક્યું છે. રાજ્યમાં અમારું સંગઠન મજબૂત છે. દરમિયાન શરદ પવારે કહ્યું હતું કે એક વખત હું વિદેશ ગયો હતો અને અનેક લોકો પાર્ટી છોડીને ગયા હતા પણ મને કોઈ ચિંતા નહોતી. અજિત પવારનો આ ર્નિણય તેમનો વ્યક્તિગત છે અને તેમની વાતોનું હવે કોઈ મહત્ત્વ નથી.

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવારે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અજિત પવાર, જેઓ એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જાેડાયા અને પક્ષના અન્ય આઠ વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવા માટેની અરજી પર યોગ્ય પગલાં લેશે. એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે રવિવારે કહ્યું હતું કે તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ વિધાનસભ્ય સામે ગેરલાયકાતની અરજી દાખલ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026

      મતદાર યાદીમાં મોટો ફેરફાર! ગુજરાત સહિત 17 રાજ્યોમાં ચૂંટણી પંચની નવી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

      October 16, 2026

      આસામમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી! 182 કરોડનું ડ્રગ્સ જપ્ત, અમિત શાહે પોલીસની કરી પ્રશંસા

      October 15, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.