Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»કેનેડાની ખળભળાટ મચાવી દેતી ઘટના વોટરલૂ યુનિ.માં છૂરાબાજીમાં ત્રણ ઘાયલ, એકની અટકાયત
    India

    કેનેડાની ખળભળાટ મચાવી દેતી ઘટના વોટરલૂ યુનિ.માં છૂરાબાજીમાં ત્રણ ઘાયલ, એકની અટકાયત

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કેનેડાના વોટરલૂ શહેરમાં આવેલી વોટરલૂ યુનિવર્સિટીમાં છુરાબાજીની ઘટનાના પગલે ખળભળાટ વ્યાપી ગયો છે. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે. પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે.
    પોલીસે છુરાબાજી માટે અટકાયતમાં લેવાયેલા વ્યક્તિનો ઈરાદો શું હતો તેની જાણકારી આપી નથી.
    મીડિયા રિપોર્ટ પ્રમાણે વોટરલૂ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, યુનિવર્સિટીમાં જેન્ડર સ્ટડીનો ક્લાસ ચાલી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિ અંદર આવ્યો હતો અને તેણે પૂછ્યુ હતુ કે, પ્રોફેસર ક્યાં છે. . . પ્રોફેસરે પોતાની ઓળખ આપી કે તરત તેણે ચાકુ કાઢ્યુ હતુ અને ક્લાસમાં રહેલા તમામ લોકો બહાર ભાગી ગયા હતા. આ દરમિયાનમાં આ વ્યક્તિએ એક વિદ્યાર્થીને ચાકુ મારી દીધુ હતુ. જાેકે પ્રોફેસરનુ શું થયુ તે ખબર નથી.
    છુરાબાજી થઈ તે વખતે ક્લાસમાં ૪૦ વિદ્યાર્થીઓ મોજૂદ હતા. હુમલા બાદ વોટરલૂ યુનિવર્સિટીમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ હતુ.
    વોટરલૂ યુનિવર્સિટીએ કહ્યુ છે કે, અમે પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યા છે.
    કેમ્પસમાં હવે કોઈ ખતરો નથી અને બુધવારે સાંજ સુધીના તમામ લેક્ચર રદ કરવામાં આવ્યા છે. જાેકે ગુરૂવારથી કેમ્પસમાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      કરૂર ભાગદોડ કેસ: સુપ્રીમ કોર્ટનો તમિલનાડુ સરકારને મોટો રાહત આપતો ચુકાદો

      August 14, 2026

      પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: તૃણમૂલ કોંગ્રેસ બાઘી ૨૦ સાંસદો સામે સુપ્રીમ કોર્ટ જશે

      August 14, 2026

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.