Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»નર્મદા જિલ્લામાંથી ૪૫૦થી વધુ શ્રદ્ધાળુઓ રવાના અમરનાથ યાત્રા માટે નર્મદા જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ રવાના
    India

    નર્મદા જિલ્લામાંથી ૪૫૦થી વધુ શ્રદ્ધાળુઓ રવાના અમરનાથ યાત્રા માટે નર્મદા જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ રવાના

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ુલાઈથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે સમગ્ર દેશમાંથી લોકો બાબા અમરનાથના દર્શન માટે જતા હોય છે. નર્મદા જિલ્લામાંથી ૨૪ વર્ષ પહેલા ૬ વ્યક્તિઓએ બાબા અમરનાથના દર્શન માટે ગયા હતા. તેઓ તેમની સાથે એક ત્રિશુલ પણ લઈ જતા હતા. પેલી કહેવત છે ને કે “એક કે બાદ એક મિલતે ગયે ઔર કારવા બનતા ગયા” આ કહેવત ખરેખર સાચી થઈ છે ૬ વ્યક્તિઓથી શરૂ થયેલી નર્મદા જિલ્લાના શ્રદ્ધાળુઓની યાત્રા આજે ૪૫૦ લોકો સુધી પહોંચી છે. આ વર્ષે નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી ૪૫૦ થી ૫૦૦ લોકો અમરનાથ યાત્રા માટે રવાના થયા છે.
    અમરનાથ બાબાના દર્શન માટે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે. કારણ કે ગમે ત્યારે વરસાદ પડતો હોય છે એક વખત બાલતાલ ખાતે બોમ્બ વિસ્ફોટ પણ થયો હતો, પરંતુ લોકોનું કહેવું છે કે હાલમાં કેન્દ્ર સરકારની ઉમદા કામગીરી અને યોગ્ય વ્યવસ્થાના પગલે હવે અમરનાથ જતા શ્રદ્ધાળુઓને કોઈ ચિંતા નથી. ત્યાંની વ્યવસ્થાની વાત કરીએ તો આર્મી દ્વારા પૂરતી સુવિધાઓ પુરી પાડવામાં આવતી હોય છે.
    પદયાત્રા માટે પહેલગામથી ચંદનવાડી થઇને શેષનાગ, પંચતરણી, ગણેશ ટોપ, સંગમથી ગુફા સુધી શ્રદ્ધાળુઓ જતા હોય છે, જ્યારે બીજાે રસ્તો બાલતાલથી ૧૬ કિલોમીટર પદયાત્રા કરીને જતા હોય છે. જે લોકો પદયાત્રા ન કરી શકતા હોય તે શ્રદ્ધાળુઓ ડોલી અથવા ઘોડા પર સવારી કરીને પણ યાત્રા પૂર્ણ કરતા હોય છે. આ વર્ષે અધિક માસ અને તે પણ શ્રાવણ અધિકમાસ છે એટલે અધિક પુરુસોત્તમ શ્રાવણ માસ અને શ્રાવણ માસ એમ ૨ મહિના યાત્રા ચાલશે જેથી શ્રદ્ધાળુઓ પણ ખુશ થયા છે. અમરનાથ યાત્રા રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      કરૂર ભાગદોડ કેસ: સુપ્રીમ કોર્ટનો તમિલનાડુ સરકારને મોટો રાહત આપતો ચુકાદો

      August 14, 2026

      પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો ભૂકંપ: તૃણમૂલ કોંગ્રેસ બાઘી ૨૦ સાંસદો સામે સુપ્રીમ કોર્ટ જશે

      August 14, 2026

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.