ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની અસર ભારતીય શેર બજાર પર પડતી જાેવા મળી રહી છે. આજે ફરી બજાર લાલ નિશાન સાથે બંધ થયું છે. માર્કેટમાં મંદીનો દોર યથાવત છે. સેન્સેક્સ- નિફ્ટી સતત ૫માં દિવસે ઘટાડા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી લગભગ ૪ મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયો છે. મેટલ સિવાય બીએસઈના તમામ સેક્ટર ઈન્ડેક્સ ઘટ્યા છે. આઈટી, રિયલ્ટી, ફાર્મા ઈન્ડાઈસિસમાં દબાણ જાેવા મળ્યું હતું જ્યારે બેન્કિંગ, ઓટો, એનર્જી શેરોમાં વેચવાલી જાેવા મળી હતી. મેટલ, પીએસયુ બેન્ક ઇન્ડેક્સ મામૂલી વધારા સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જાેવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૫૨૨.૮૨ પોઈન્ટ અથવા ૦.૮૧ ટકાના ઘટાડા સાથે ૬૪,૦૪૯.૦૬ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૫૯.૬૦ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકાના ઘટાડા સાથે ૧૯,૧૨૨.૨૦ ના સ્તર પર બંધ થયો હતો.
આ સપ્તાહે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે બંધ થયું છે. બેન્કિંગ, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ભારે વેચવાલીને કારણે ભારતીય શેરબજારમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો નોંધાયો હતો. ઈઝરાયેલ-હમાસ યુદ્ધના કારણે બજારમાં અસ્થિરતા જાેવા મળી રહી છે. જાે કે સવારે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું હતું, પરંતુ બપોરના વેપારમાં બજારમાં મોટો ઘટાડો જાેવા મળ્યો હતો. આજના કારોબારના અંતે બીએસઈસેન્સેક્સ ૫૨૨ પોઈન્ટ ઘટીને ૬૪,૦૪૯ પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૬૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૯,૧૨૨ પોઈન્ટ પર બંધ થયો હતો. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા નથી. આ યુદ્ધ પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં ફેલાઈ જવાનો ડર છે જેના કારણે શેરબજાર અસ્થિરતા જાેવા મળી રહી છે. જાે આમ થશે તો ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે. તે જ સમયે, અમેરિકન ટ્રેઝરી બોન્ડ્સ પર યીલ્ડ ૫ ટકાને વટાવી ગઈ છે. તેના કારણે પણ બજારમાં દબાણ છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની સંભાવના છે.
આજના કારોબારમાં આઈટી, બેન્કિંગ, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મીડિયા, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ઘટાડો જાેવા મળ્યો હતો, જ્યારે માત્ર મેટલ સેક્ટરના શેર જ લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. ઁજીેં બેન્કોના ઇન્ડેક્સમાં પણ વધારો જાેવા મળ્યો હતો. જાેકે, નિફ્ટી બેન્કિંગ ઈન્ડેક્સ ૩૨૦ પોઈન્ટ ઘટીને ૪૨,૮૩૨ પર બંધ થયો છે. નિફ્ટી બેન્કના ૧૨માંથી ૮ શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. બજારમાં ઘટાડાને કારણે બીએસઈમાર્કેટ મૂડીમાં ફરી ઘટાડો થયો છે. આજે બજાર બંધ થતાં બીએસઈનું માર્કેટ કેપ રૂ. ૩૦૯.૩૩ લાખ કરોડ થયું હતું જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. ૩૧૧.૩૦ લાખ કરોડ હતું એટલે કે આજના વેપારમાં રોકાણકારોને રૂ. ૨ લાખ કરોડનું નુકસાન થયું છે.