Real Estate
Real Estate: ૨૦૨૪માં ભારતના સાત મુખ્ય શહેરોમાં ૪૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ૫૯ અતિ-લક્ઝરી હાઉસિંગ યુનિટ્સ વેચાયા હતા, જેનું સામૂહિક વેચાણ મૂલ્ય આશરે ૪,૭૫૪ કરોડ રૂપિયા હતું. એનારોકના ડેટા અનુસાર, 2023 ની સરખામણીમાં આ વર્ષે અલ્ટ્રા-લક્ઝરી ઘરોના વેચાણમાં 17 ટકાનો વધારો જોવા મળ્યો છે. આમાંથી મોટાભાગનું વેચાણ મુંબઈમાં થયું હતું, જ્યાં ૫૨ યુનિટ વેચાયા હતા, જે કુલ વેચાણના ૮૮ ટકા હતા.
મેટ્રો શહેરોમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, રોકાણ તરીકે એપાર્ટમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવે છે. રિપોર્ટ મુજબ, 2024 માં વેચાયેલા 59 સોદામાંથી 53 એપાર્ટમેન્ટમાં હતા, જ્યારે 6 બંગલા હતા. ખાસ કરીને ૧૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના મકાનોની માંગમાં વધારો થયો હતો, જેની કુલ કિંમત ૨,૩૪૪ કરોડ રૂપિયા હતી.