Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»૨૩ વર્ષે પિતાને આજીવન કેદ જમીન વિવાદમાં પાડોશીને ફસાવવા પોતાની જ દીકરીની કરી હતી હત્યા
    India

    ૨૩ વર્ષે પિતાને આજીવન કેદ જમીન વિવાદમાં પાડોશીને ફસાવવા પોતાની જ દીકરીની કરી હતી હત્યા

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ઉત્તર પ્રદેશના શામલીમાં ૨૩ વર્ષ પહેલાં ૨૦૦૦માં એક પિતાએ જમીનના વિવાદમાં ક્રોસ કેસ દાખલ કરાવવાના ચક્કરમાં પોતાની જ ત્રણ મહિનાની દીકરીની હત્યા કરી નાખી હતી. મુઝફ્ફરનગરની કોર્ટે આરોપી પિતાને દોષિત ઠેરવતા આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ સિવાય બાળકીની માતા સહિત બંને પક્ષોના આઠ લોકોને એક વર્ષની સજા ફટકારી છે. એક જમીનના ટુકડા માટે અને પોતાના પાડોશીને ફસાવવા માટે આ હત્યા થઈ હતી. ૨૩ વર્ષ પહેલાં જાેરદાર લાકડીઓ પણ ઉડી હતી અને ગોળીબાર પણ થયો હતો. પિતાએ પોતાની જ સગી દીકરીને ગોળી મારી દીધી હતી. ત્યારે આ કેસમાં આરોપી પિતાને આજીવન કેદની સજા મળી છે. વકીલ વીરેન્દ્ર નાગરે જણાવ્યું કે, શામલીના કાંધલા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા નાલા ગામમાં આ ઘટના બની હતી. ગામમાં રહેતા પ્રકાશ ચંદ અને રાજબીર વચ્ચે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૦૦ના રોજ બંને પક્ષો વચ્ચે આ મુદ્દે લાકડીઓ ઉડી હતી. આ હિંસામાં રાજબીરની ત્રણ મહિનાની દીકરીને ગોળી વાગવાથી મોત નીપજ્યું હતું.

    પોલીસ તપાસમાં સામે આવ્યું કે ક્રોસ કેસ કરવા માટે રાજબીરે જ તેની દીકરીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મુઝફ્ફરનગરમાં આરોપી પિતાને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે મૃતકની માતાને એક વર્ષની સજા મળી છે. આ સિવાય અન્ય આરોપીઓને પણ એક એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. દોષિતોને સાજ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. લોકો કહી રહ્યા છે કે, કોઈ બાપ જમીનના ટુકડા માટે પોતાની જ દીકરીને કેવી રીતે મારી શકે છે. ત્યારે આ કેસમા સજા મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જાેર પકડ્યું છે. મહત્વનું છે કે, જમીન વિવાદમાં આરોપી પિતાએ કેટલાંક લોકો સામે ફરિયાદ પણ નોંધાવી હતી. જ્યારે કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી હતી ત્યારે કેટલાંક આરોપીઓના મોત નીપજ્યા હતા. જે બાદ કોર્ટે તમામ દલીલો સાંભળી હતી અને આખરે આરોપી પિતાને દોષિત ઠેરવ્યો હતો. બાદમાં કોર્ટે આરોપી પિતાને આજીવન કેદની સજા ફટકારી હતી. આખરે ૨૩ વર્ષ પહેલાં જે પિતાએ ગુનો કર્યો હતો તેની સજા મળી હતી. માત્ર આરોપી પિતા જ નહીં માતાને પણ કોર્ટે સજા ફટકારી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      1 નવેમ્બરની INDIA ગઠબંધનની રેલી પહેલાં રાજકીય હલચલ તેજ, CJP સાથે જોડાણની ચર્ચા

      October 30, 2026

      SIR અને ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, અભિષેક બેનર્જીએ ઉઠાવ્યા સવાલ

      October 29, 2026

      NTPCમાં ડેપ્યુટી મેનેજરની ભરતી! 9 જગ્યાઓ માટે તક, પગાર ₹2 લાખ સુધી, જાણો અરજીની છેલ્લી તારીખ

      October 28, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.