Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»૩ સાંસદ સહિત ૧૦૦ પેસેન્જર અટવાયા રાજકોટથી દિલ્હી ફ્લાઈટના પાયલટે કહ્યું હું ઉડાન નહીં ભરુ
    Gujarat

    ૩ સાંસદ સહિત ૧૦૦ પેસેન્જર અટવાયા રાજકોટથી દિલ્હી ફ્લાઈટના પાયલટે કહ્યું હું ઉડાન નહીં ભરુ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    શિફ્ટ પૂરી થઈ ગયા પછી કામ નહીં થાય એમ કહીને રાજકોટ એરપોર્ટ પર પાયલટે હોબાળો કરી દીધો હતો. રાજકોટથી દિલ્હી જતી એક ફ્લાઈટમાં પાયલટે ભારે હંગામો કર્યો હતો જેમાં તેણે રવિવારે રાત્રે દિલ્હી જતી ફ્લાઈટમાં કહ્યું કે મારી શિફ્ટ તો હવે પૂરી થઈ ગઈ છે. હવે દિલ્હીથી પાયલટ આવશે પછી જ તમારુ કઈ થઈ શકશે. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે અહીં આ ફ્લાઈટમાં ૧૦૦ મુસાફરો સહિત ૩ સાંસદો પણ અટવાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. હવે આ તમામ હોબાળા પછી શું થયું એના પર નજર કરીએ. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે આ ફ્લાઈટમાં ૩ સાંસદ પણ મુસાફરી કરી રહ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સમગ્ર ઘટનાક્રમ એવી રીતે ઘટ્યો કે સૌથી પહેલા રાજકોટથી દિલ્હી જવા માટે મોડી સાંજે ફ્લાઈટ ટેક ઓફ કરવાની હતી. ત્યારે અચનાક જ તેના મેઈન પાયલટે જણાવી દીધું કે મારી શિફ્ટના કલાકો પૂરા થઈ ગયા છે.

    હું આજે તો ફ્લાઈટ નહીં ઉડાવું. તમારે દિલ્હીથી નવો પાયલટ લાવવો પડશે અને પછી જ એ આ ફ્લાઈટ અને મુસાફરોને યોગ્ય ડેસ્ટિનેશન પર લઈ જશે. પાયલટની આવી પ્રતિક્રિયાથી દિલ્હી સુધી હોબાળો મચી ગયો હતો. એરપોર્ટ પર એક પછી એક ફોન કોલ્સ, મેસેજિસ આવવા લાગ્યા. દિલ્હીના હેડ ઓફિસથી પણ આ પાયલટને વિનંતીઓ કરવામાં આવી હતી કે તમે આવી જાઓ પછી આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. અત્યારે તમારા કારણે ૧૦૦ પેસેન્જરો અહીં અટવાઈ ગયા છે. તેમને બીજા ડેસ્ટિનેશન પર પણ જવાનું હોય છે. દિલ્હીથી સમાધાન કરવા માટેના અનેક પ્રયત્નો કરાયા છતા આ પાયલટે કોઈની પણ વાત ન માની. તે તસથી મસ ના થયો કે હું આવીશ કે ઉડાન ભરીશ. મુસાફરોને ૩ કલાક સુધી અહીં આ ફ્લાઈટના ઈન્તેજારમાં બેઠા રહેવું પડ્યું હતું. આથી કરીને હવે એકબીજા સાથે મિટિંગોનો ધમધમાટ શરૂ થયો અને છેવટે એરપોર્ટ સ્ટાફ સહિત પાયલોટના હેડ તથા મેનેજમેન્ટે ર્નિણય લીધો કે જાે મેઈન પાયલટ જ રાજકોટથી દિલ્હી ફ્લાઈટ નથી ઉડાવી રહ્યા તો આને અમે રદ કરી રહ્યા છે.

    નોંધનીય છે કે આ ફ્લાઈટ રદ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રવિવારે અડધી રાત્રે આ ફ્લાઈટને રદ કરવી પડી હતી. જેથી ૨થી ૩ સાંસદો સહિત ૧૦૦ મુસાફરો રઝળી પડ્યા હતા. એટલે કે હવે રવિવારે મોડી રાત્રે દિલ્હી જતી રદ થયેલી ફ્લાઈટના કારણે હવે સોમવારે આ ડિલે થયેલી ફ્લાઈટને ઉડાન ભરવા માટે રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ફ્લાઈટમાં હવે નવા પાયલટ આવશે અને સોમવારે એટલે કે આજે આની ઉડાન ભરાશે. એક બાજુ ફ્લાઈટના પાયલટે ચોખ્ખી ના પાડી દીધી કે મારા કામના કલાકો પૂરા થઈ ગયા છે હવે હું નહીં ઉડાવું. હવે જાેવાજેવુ રહ્યું કે આ પાયલટ સામે કેવી પ્રક્રિયા હાથ ધરાશે અથવા તો જે મુસાફરોને ઈમરજન્સી કામ માટે દિલ્હી જવાનું હતું તેમનું શું થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાયા ભાદરવી પૂનમના દિવસે જ ડાકોર મંદિર થયું જળમગ્ન

    September 29, 2023

    યુવતી ગભરાઇને ભાગી ગઇ હોટલની રૂમમાં અંગતપળો માણતા યુવાનને આવ્યો અચાનક હાર્ટ અટેક

    September 29, 2023

    શક્તિપીઠ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ૪૦ લાખથી વધારે ભક્તોએ માં જગદંબાના દર્શન કર્યા

    September 29, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version