Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Uncategorized»હવામાન વિભાગની આગાહી યોગ્ય ઠરી અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો
    Uncategorized

    હવામાન વિભાગની આગાહી યોગ્ય ઠરી અમદાવાદ સહિત રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સવારથી જ અનેક વિસ્તારોમાં વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો હોવાથી રોડ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાને કારણે તેમજ રોડ પર વાહન ચલાવતા લોકોને ભારે હાલાકોની સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નરોડા, સરદારનગર, એરપોર્ટ, શાહીબાગ, વાડજ, આશ્રમરોડ, નવરંગપુરા, ગોતા, નારણપુરા, આંબાવાડી, એસ જી હાઈવે, પાલડી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે.
    હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્‌યુલર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જાેવા મળી રહી છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને ૫ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આંકડા પર નજર કરીએ તો ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં પારડી અને વલસાડમાં ૭ ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારી અને વલસાડમાં આજે અતિભારે વરસાદ પડવાની આગાહી હોવાથી રેડ એલર્ટ જયારે સુરત, ડાંગ અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોસાયટીના ગાર્ડન જાણે સ્વીમિંગ પૂલમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જાેવા મળી રહ્યા છે.
    હવામાનની આગાહી મુજબ ગુરુવારે રાજ્યના વલસાડ, સુરત, ભરૂચ, તાપી, ડાંગ અને નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, મોરબી, દ્વારકા અને ભાવનગરમાં ભારે વરસાદ, જ્યારે કચ્છના પણ મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.
    મુંબઈમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં સાવર્ત્રિક જળબંબાકારની સ્થિતિ છે. દરમિયાન બુધવારે સવારે ભારે વરસાદને પગલે મલાડ વેસ્ટના માવલેદાર વિસ્તારમાં એક ઝાડ પડતા કૌશલ દોશી નામના ૩૮ વર્ષીય ગુજરાતી યુવકનું મોત થયાનું જાણવા મળ્યું છે. કૌશલને માથા સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું.
    દેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે બુધવારે દિલ્હી સહિત ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં વરસાદના આગમી લોકોને ગરમી અને અસહ્ય બફારાથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ જળવાઈ રહેશે. ૫ દિવસ દરમિયાન ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં તથા દક્ષિણ-પૂર્વીય રાજસ્થાનમાં ભારે વરસાદ નોંધાયો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      US Iran War: ઈરાન પતનની અણી પર? ડોનાલ્ડ ટ્રમ્પનો હોર્મુઝ જળમાર્ગ અંગે મોટો દાવો

      April 28, 2026

      મોટોરોલાનો ધમાકો: 6500mAh બેટરી અને દમદાર ફીચર્સ સાથે લોન્ચ થયો Motorola Edge 70 Pro

      April 22, 2026

      Tata Investments નો શેર બન્યો રોકેટ: રોકાણકારોને પ્રતિ શેર ₹3.40 ડિવિડન્ડની ભેટ

      April 22, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.