Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»શેર કરી કોઝી તસવીર કોફી ડેટ પર પતિ વિકી કૌશલ સાથે રોમેન્ટિક થઈ કેટરીના કૈફ
    Entertainment

    શેર કરી કોઝી તસવીર કોફી ડેટ પર પતિ વિકી કૌશલ સાથે રોમેન્ટિક થઈ કેટરીના કૈફ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 10, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    વકી કૌશલ અને કેટરીના કૈફ કમિટમેન્ટના કારણે પોતપોતાની પર્સનલ લાઈફમાં અત્યંત વ્યસ્ત રહે છે. જેના કારણે તેઓ એકબીજાને વધારે સમય આપી શકતા નથી. જાે કે, જ્યારે પણ તક મળે ત્યારે તેઓ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવાનું પસંદ કરે છે. કપલ હાલમાં જ ન્યૂયોર્કના વેકેશન પરથી પરત આવ્યું છે અને કોઈ ફિલ્મનું શૂટિંગ પણ ચાલી રહ્યું નથી ત્યારે તેઓ મુંબઈ સ્થિત ઘરે સાથે છે. અહીંયા તેમણે સવારે કોફી ડેટ એન્જાેય કરી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી એક્ટ્રેસે તે અંગેની પોસ્ટ શેર કરી છે.

    જેમાં તેમણે એન્જાેય કરેલી કોફી અને પેન કેકની ઝલક દેખાડી છે. આ સાથે લખ્યું છે ‘કોફી મોર્નિંગ ધ બેસ્ટ. કેટરીના કૈફે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જે પોસ્ટ શેર કરી છે, તેની પહેલી તસવીર રોમેન્ટિક છે. વિકીએ ગ્રે ટીશર્ટ અને ડેનિમ પહેર્યું છે તો એક્ટ્રેસે બ્લેક કલરનું ટીશર્ટ અને ટ્રાઉઝર પહેર્યું છે. ટેબલ પર કોફીના બે કપ પડેલા છે. બીજી તસવીરમાં કોફી ભરેલો કપ અને જગ છે. ત્રીજી તસવીર પેનકેક છે, જે જાેતા જ મોંમાં પાણી આવી ડાય તેવી છે. પતિએ કોમેન્ટ કરતાં વર્લ્ડ અને રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યું છે. નિમ્રત કૌરે પણ નઝર બત્તુ ઈમોજી મૂક્યું છે. તો કપલના ફેનપેજે કોમેન્ટ કરી છે ‘તું હૈ તો મુજે ફિર ઔર ક્યા ચાહિયે’ તો કેટના એક ફેન પેજે લખ્યું ‘કેવી રીતે વર્તન કરવું તે ફેન્સે તેની પાસેથી શીખવાની જરૂર છે. કેટરીનાને કોઈ નફરત કરી શકે નહીં. બંને નસીબદાર છે. માત્ર ખુશી મહત્વની છે’. તો કેટલાક ફેન્સે તેમને ફેવરિટ કપલ કહ્યું છે તો કેટલાકે બંનેને ક્યૂટ ગણાવ્યા છે.

    જણાવી દઈએ કે, કેટરીના કૈફને પેનકેક ખૂબ જ પસંદ છે અને આ વાતનો ખુલાસો વિકી કૌશલે જ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેને જ્યારે કેટને પરાઠા પસંદ છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, તેમના લગ્ન ‘પરાઠા વેડ્‌સ પેનકેક’ જેવા છે. તેને પરાઠા ગમે છે જ્યારે પત્નીને પેનકેક. જાે કે, આ સાથે તેણે તેવો પણ ખુલાસો કર્યો હતો કે કેટરીનાને સાસુ વીણા કૌશલના હાથના બનેલા પરાઠા ભાવે છે. કેટરીના કૈફ અને વિકી કૌશલે ડિસેમ્બર ૨૦૨૧માં રાજસ્થાનમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. આ પહેલા તેમણે આશરે દોઢ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. તેમની મુલાકાત ઝોયા અખ્તરની પાર્ટીમાં થઈ હતી અને બાદમાં ક્લોઝ આવ્યા હતા. લગ્ન કર્યા ત્યાં સુધી તેમણે સંબંધોને છુપાવી રાખ્યા હતા.

    વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. આ સિવાય તેની પાસે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નો ભાગ છે, જેમાં તેની સાથે સાઉથ સ્ટાર વિજય સેથુપથી છે. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિકી કૌશલે ફિલ્મ ‘મેરે મહેબૂબ મેરે સનમ’નું શૂટિંગ આટોપી લીધું છે, જેમાં તે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ સાથે રોમાન્સ કરશે. તેની પાસે મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’ છે. આ સિવાય શાહરુખ ખાનની ફિલ્મ ‘ડંકી’માં તે કેમિયો કરશે તેવા રિપોર્ટ્‌સ છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.