Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»શિક્ષણ બોર્ડનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો ધો-૧૦માં નાપાસ વિદ્યાર્થીઓ સ્કૂલમાં લઈ શકશે પુનઃપ્રવેશ
    Gujarat

    શિક્ષણ બોર્ડનો મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો ધો-૧૦માં નાપાસ વિદ્યાર્થીઓ સ્કૂલમાં લઈ શકશે પુનઃપ્રવેશ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી ધોરણ ૧૦માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં પ્રવેશ મેળવી શક્તા નહીં અને તે ક્લાસિસ કે જાતે તૈયારી કરીને નાપાસ થયેલા વિષયોની પરીક્ષા આપતા હતા. પરંતુ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪માં ફેરફાર કરાયો છે. હવે ધોરણ ૧૦માં નાપાસ થનાર વિદ્યાર્થીઓ એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે.
    ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા બાદ વિદ્યાર્થી એક વર્ષ માટે નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમ ૧૯૭૪માં ફેરફાર કરાયો. વિદ્યાર્થીએ ધોરણ ૧૦ની જે શાળામાંથી નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી હશે તે જ શાળામાંથી પુનઃ પ્રવેશ મેળવવાનો રહેશે. અન્ય કોઈપણ શાળામાં વિદ્યાર્થી પુનઃ પ્રવેશ મેળવી શકશે નહીં
    વિદ્યાર્થી જે વર્ષમાં નાપાસ થયો હોય તે પછીના તરત જ એક શૈક્ષણિક વર્ષ પૂરતું જિલ્લા શિક્ષણાધિકારીની પૂર્વ પરવાનગી મેળવીને શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે પુનઃ પ્રવેશ આપી શકાશે. પુનઃ પ્રવેશ આપેલ વિદ્યાર્થી માટે ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવાશે નહીં. પુનઃ પ્રવેશ આપેલા વિદ્યાર્થીઓના ધોરણ ૧૦ની જાહેર પરીક્ષાના આવેદન પત્ર રિપીટર વિદ્યાર્થી તરીકે જ ભરવાના રહેશે.
    અગાઉ નિયમમાં બદલાવ કરીને શિક્ષણ વિભાગે ધોરણ ૧૦માં નાપાસ વિદ્યાર્થી ફરી સ્કૂલમાં પ્રવેશ ના લઈ શકે તેવો ર્નિણય કર્યો હતો, જેમાં શાળા સંચાલક મહામંડળની રજૂઆત બાદ ર્નિણયમાં ફેરફાર કરાયો.
    જાેકે ઉપરોક્ત પરિપત્ર બાદ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા નારાજગી દર્શાવવામાં આવી છે. વિદ્યાર્થીને નિયમિત તરીકે એક વર્ષ પૂરતો અભ્યાસ કરાવવા છતાં પણ ફોર્મ રિપીટર તરીકે ભરવા અંગે નારાજગી દર્શાવી છે. આ સિવાય પુનઃ પ્રવેશ આપેલ વિદ્યાર્થીને ગ્રાન્ટ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી માટે વિદ્યાર્થી સંખ્યા ગણતરીમાં લેવાશે નહીં આ ર્નિણયને ગ્રાન્ટેડ શાળાઓ મરી પરવડે તેવો આશય દર્શાવતું હોવાનો શાળા સંચાલક મહામંડળનો અભિપ્રાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.