Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»રાજકુમાર અને શ્રદ્ધા કપૂરની જાેડી ફરી સાથે જાેવા મળશે રાજકુમાર રાવે સ્ત્રી-૨ ફિલ્મના ટીઝરને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું
    Entertainment

    રાજકુમાર અને શ્રદ્ધા કપૂરની જાેડી ફરી સાથે જાેવા મળશે રાજકુમાર રાવે સ્ત્રી-૨ ફિલ્મના ટીઝરને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 12, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની જાેડી ફરી એકવાર સાથે જાેવા મળશે. વર્ષ ૨૦૧૮માં બંનેએ સ્ત્રી જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું હતું અને હવે તેઓ તેની સિક્વલ લઈને આવી રહ્યા છે. હા, મેકર્સે ‘સ્ત્રી ૨’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ સાથે જ ફેન્સ તેની સ્ટોરી અને થીમ વિશે અનુમાન લગાવવા લાગ્યા છે. સૌથી પહેલા વાત કરીએ સ્ત્રી ૨ના ફર્સ્ટ લુકની તો તેને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર બંનેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં એક નાનું રીકેપ પણ જાેવા મળે છે. તે જણાવે છે કે વર્ષ ૨૦૧૮માં શું થીમ હતી અને વર્ષ ૨૦૨૪માં શું થીમ જાેવા મળશે. આ શેર કરતાં રાજકુમાર રાવે ‘સ્ત્રી ૨’ની રિલીઝ ડેટ વિશે પણ સંકેત આપ્યો હતો. તેણે લખ્યું કે, ‘ચંદેરીમાં ફરી એકવાર આતંક ફેલાયો છે. ‘સ્ત્રી ૨’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

    તે આવી રહી છે. ઓગસ્ટ ૨૦૨૪માં. આનો સ્પષ્ટ અર્થ છે કે દિનેશ વિજનની ‘સ્ત્રી ૨’ ઓગસ્ટ ૨૦૨૪માં રિલીઝ થશે. સ્ત્રી ૨ના ટીઝરની શરૂઆત વર્ષ ૨૦૧૮ની વાર્તા ‘ઓ સ્ત્રી કલ આના’થી થાય છે. પછી વર્ષ ૨૦૨૪ આવે છે. જ્યાં દીવાલ પર લાલ રંગમાં લખેલું છે, ‘ઓ સ્ત્રી રક્ષા કરના’ આ સાથે જણાવવામાં આવ્યું છે કે આ વખતે એવો આતંક છે કે જેનાથી લડવા માટે ગ્રામજનો સ્ત્રીને રક્ષણ માટે બોલાવે છે. સ્ત્રી ૨ જિયો સ્ટુડિયો અને દિનેશ વિજનની મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.

    તેને ‘ભેડિયા’ બનાવનાર ડિરેક્ટર અમર કૌશિક દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે, જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીની ટીમ ફરી એકવાર જાેવા મળશે. જ્યાં એક્શન અને ડિટેક્ટીવ ફિલ્મોનો ઘણો ક્રેઝ છે ત્યારે નિર્માતા દિનેશ વિજને વર્ષ ૨૦૧૮માં જ હોરર કોમેડી ફિલ્મોનું બ્રહ્માંડ ઊભું કર્યું હતું. ‘સ્ત્રી’ આ એપિસોડની શરૂઆત હતી, પછી જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની ‘રૂહી’ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઈ અને પછી વરુણ ધવન અને ક્રિતિ સેનનની ‘ભેડિયા’ આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.