Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની આશ્ચર્યજનક ઘટના બેટર બોલ્ડ થવા છતાં ર્નિણય માટે થર્ડ અમ્પાયરની મદદ લેવી પડી
    India

    મહારાષ્ટ્ર પ્રીમિયર લીગની આશ્ચર્યજનક ઘટના બેટર બોલ્ડ થવા છતાં ર્નિણય માટે થર્ડ અમ્પાયરની મદદ લેવી પડી

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    મહારાષ્ટ્રમાં હાલ મહારાષ્ટ્ર પ્રીમિયર લીગ એટલે કે એમપીએલ ટી૨૦ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ જ ટૂર્નામેન્ટના ક્વોલિફાયર ૨માં એવી ઘટના જાેવા મળી હતી, જેને જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે એક ક્લીન બોલ્ડ માટે થર્ડ અમ્પાયરની મદદ લેવી પડી હતી.
    બેટ્‌સમેને બોલ રમ્યો અને કોઈ સંપર્ક ન થતા તેણે વાઈડ બોલ માટે અપીલ કરી, પરંતુ જ્યારે બેલ્સ પડી ગયા, ત્યારે બધાને લાગ્યું કે તે બોલ્ડ થઇ ગયો છે.
    એમપીએલની ક્વોલિફાયર-૨ મેચ કોલ્હાપુર ટસ્કર્સ અને પુનેરી બપ્પા વચ્ચે રમાઈ રહી હતી. પુનેરીની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. પાવરપ્લે પુરો થયો અને કોલ્હાપુર તરફથી તરનજીત સિંહ સાતમી ઓવર નાખવા આવ્યો. તરનજીતે પુનેરીના બેટ્‌સમેન યશ ક્ષીરસાગરને પોતાની સ્પિનમાં ફસાવ્યા હતા. તે તરનજીતની સ્પિન રમવામાં નિષ્ફળ ગયો અને બોલ લેગ સ્ટમ્પને સ્પર્શીને નીકળી ગયો.
    આ દરમિયાન બેટ્‌સમેન ઓફ-સ્ટમ્પની બહાર જતો રહ્યો અને એવો વ્યવહાર કરવા લાગ્યો કે તે બોલ વાઈડ આપવી જાેઈએ, કારણ કે બોલ સાથે તેનો કોઈ સંપર્ક થયો ન હતો, જ્યારે બોલર અને વિકેટકીપરે આઉટની અપીલ કરી હતી. જાે કે અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. આ સ્થિતિમાં થર્ડ અમ્પાયરની મદદ લેવાઈ, જ્યાં પ્રથમ રિપ્લે જાેયા પછી, થર્ડ અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.