Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»બોલિવુડમાં ડેબ્યૂ કરશે ઉર્ફી જાવેદ? ઉર્ફીને ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા ૨માં રોલ ઓફર થયો
    Entertainment

    બોલિવુડમાં ડેબ્યૂ કરશે ઉર્ફી જાવેદ? ઉર્ફીને ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા ૨માં રોલ ઓફર થયો

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 14, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટીવી એક્ટ્રેસ અને ફેશન ઈન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદની ચર્ચા કાયમ થતી રહી છે. પોતાના અતરંગી કપડા દ્વારા દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચનારી ઉર્ફી જાવેદ પોતે જ કહે છે કે, તેને લોકોનું અટેન્શન મેળવવું ગમે છે એટલે તે આમ કરે છે. ‘બિગ બોસ ઓટીટી’થી ચર્ચામાં આવેલી ઉર્ફી જાવેદ હવે ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો, ઉર્ફી જાવેદને એકતા કપૂરની ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’માં લીડ રોલ ઓફર થયો છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ નિમૃત કૌર આહલુવાલિયા પણ જાેવા મળશે. નિમૃતને આ ફિલ્મ ‘બિગ બોસ ૧૬’ દરમિયાન ઓફર થઈ હતી. એકતા કપૂર એક ટાસ્ક માટે શોમાં પહોંચી હતી ત્યારે જ તેણે નિમૃતને ઓફર આપી હતી. લવ સેક્સ ઔર ધોખા ૨ ૨૦૧૦માં દિબાકર બેનર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા’ની સીક્વલ છે.

    પહેલા પાર્ટમાં રાજકુમાર રાવ, નૂસરત ભરુચા અને અંશુમન ઝા જેવા કલાકારોએ કામ કર્યું હતું. આ ફિલ્મ હિટ રહી હતી ઉપરાંત તેના ફિલ્મમેકિંગના પણ વખાણ થયા હતા. એ વખતે ફિલ્મની થીમ સ્સ્જી સ્કેન્ડલ્સ હતા જ્યારે આ વખતની થીમ ‘ઈન્ટરનેટ કે દૌર મેં પ્યાર’ છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો, ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ માટે ફિલ્મના મેકર્સે ઉર્ફી જાવેદનો સંપર્ક કર્યો છે. ગત ફિલ્મની શરૂઆત ત્રણ અલગ-અલગ વાર્તાઓ સાથે થાય છે. આ જ પ્રકારે સીક્વલમાં પણ જુદી-જુદી વાર્તાઓ હશે જેમાંથી એકમાં ઉર્ફી જાેવા મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, “ઉર્ફી જાવેદનો સંપર્ક ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ માટે કરવામાં આવ્યો છે. જાે બધું જ બરાબર રહ્યું તો તે આ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરશે.

    થોડા દિવસ પહેલા જ ઉર્ફી જાવેદ ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાના ફેશન શોમાં જાેવા મળી હતી. બિગ બોસ અને સ્પ્લિટ્‌સવિલા જેવા રિયાલિટી શોમાં જાેવા મળેલી ઉર્ફી અવારનવાર તેના અંગપ્રદર્શન કરતાં કપડાને લીધે ટ્રોલ થતી રહી છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ ‘લવ સેક્સ ઔર ધોખા ૨’નું ફર્સ્ટ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. એમાં જાે આ ફિલ્મમાં ઉર્ફીની એન્ટ્રી થશે તો ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ ચર્ચામાં રહેશે ઉપરાંત દિબાકર બેનર્જી અને એકતા કપૂર જેવા દિગ્ગજાે સાથે કામ કરવાની તક ઉર્ફીને મળશે. આ ફિલ્મ સાથે ઉર્ફીના કરિયરને પણ વેગ મળી શકે છે. ‘લવ સેક્સ ઔર ધોખા ૨’ ફિલ્મ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રિલીઝ થવાની છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.